વાપીના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું

0
184

કાર જિગર જૈન ચલાવતો હતો, જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના બે સાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિગર આર્કિટેક્ટનું ભણ્યો છે.

મુંબઈ- અમદાવાદ હાઈવે પર ઢેકાળે ગામ પાસે વાઘોબા ખીણ ખાતે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાપીના યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે સાથી મિત્રોને ઇજા થઇ હતી. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર સોમવારે મધરાત્રે 1.30 વાગ્યે ઠેકલે ગામ પાસે વાઘોબા ઘાટમાં સર્જાયો હતો. ડ્રાઈવરે ઝડપભેર ચાલતી અલ્ટો કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર જિગર જૈન ચલાવતો હતો, જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેના બે સાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિગર આર્કિટેક્ટનું ભણ્યો છે.

તે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા મુંબઈ આવ્યો હતો. ઈન્ટરવ્યુ અને અન્ય કામો પતાવીને તેઓ મુંબઈથી વાપી તરફ પાછા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવેશ દેવરાજ મિસ્ત્રી (26) અને ઉત્તમ સૈની (26) ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મનોર પોલિસે માહિતી આપતાં જણાવ્યું કે જિગર વાપીનો રહેવાસી છે. તે મુંબઈમાં ફોર્ટ ખાતે ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. રાત્રે 11.45 વાગ્યે કાશીમીરા પાસે આવેલી ફાઉન્ટન હોટેલમાં જમીને તેની માતાને ફોન કર્યો હતો. આ પછી તેઓ વાપી તરફ નીકળ્યા હતા. મનોર પાસે આવતાં દોઢ વાગ્યાની આસપાસ કાર ડિવાઈડર સાથે ટકરાતાં અકસ્માતમાં તેનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here