જીએનએ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પત્ની, બે બાળકો તથા નાની સાસુની થયેલ હત્યા કેસના આરોપી ની ક્રાઈમ બ્રાન્ચે ઇન્દોર થી વિનોદ મરાઠીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી હત્યા કર્યા પછી સુરત અને ત્યાર બાદ અલગ અલગ સ્થળે ભાગી રહ્યો હતો.પત્ની ને છરી ના ઘા મારી હત્યા કાર્ય પુત્ર, પુત્રી, તથા નાની સાસુને મોતને ઘાટ ઉતારી દીધાનું તથા સાસુને છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે.
હત્યા માટે નિકોલમાં જગ્યા નાની હતી જેથી તે ઓઢવમાં રહેવા માટે આવ્યો હતો. પત્ની ના આંખ ઉપર પાટા બાંધી ને સરપ્રાઇઝ આપવાનું કહી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીના છેલ્લા દોઢ વર્ષ થી પત્નીના આડા સંબંધ હતા તેને લઈ પત્નીની હત્યા કરવાનું નક્કી કરેલુ.
અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદની પત્ની જે ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને પ્રેમ સંબંધ હતા, તેની પણ હત્યા કરવાનો તખ્તો ઘડ્યો હતો. પણ તેમાં વિનોદ સફળ થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડતા તેની બાજી ઊંધી પડી હતી.
ચાર હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી વિનોદ ગાયકવાડ આ ગુનો કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયેલ હતો અને તે મધ્યપ્રદેશથી પરત ગુજરાત તરફ આવવા માટે નીકળેલ છે. જે બાતમી ને આધારે આ આરોપી વિનોદને પકડવા મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર ઉપરથી સરકારી એસ.ટી. બસમાંથી આ ગુનાના આરોપી વિનોદ ગાયકવાડ મુળ હરિપુર ગામ ,સાંગલી મહારાષ્ટ્ર નાને ઝડપી પાડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવી આ ગુનામાં અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક પુછપરછ દરમ્યાન આરોપી વિનોદ ગાયકવાડે પોલીસને જણાવેલ કે, છેલ્લા દોઢેક વર્ષથી પોતાની પત્ની સોનલને અનૈતિક સબંધ હોવાથી આરોપી અને તેની પત્ની સોનલ સાથે આ બાબતે અવાર નવાર ઝઘડાઓ થતા રહેતા હતા. જેથી પોતાની પત્ની ઉપર શંકા રાખી તેનું ખુન કરવાનું મનોમન નક્કી કર્યું.
તા 26ના રોજ રાતના આઠેક વાગે ઘરમાં પડેલ છરો લઈ પોતાની પત્નિ સોનલના બેડરૂમમાં જઈ સોનલને તેની પાસેના છરાના ઘા મારી દીધેલ. સોનલ બુમા-બુમ કરી લોહી લુહાણ થઈ નીચે ઢળી પડી હતી અને બાદમાં વિનોદે રસોડામાં જઈને દિકરી તથા દીકરાને છરાના ઘા મારી તેમજ પોતાની વડ સાસુને પણ છરાના ઘા મારી મારી નાખેલ. ત્યારબાદ વિનોદે પોતાની સાસુને બોલાવેલાં અને મારી નાખવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ ઉપર દયા આવતાં તેમને મારી નાખેલ નહિ તેવું પ્રાથમિક પુછપરછમાં જણાવેલ છે.
ચાર હત્યા કર્યા પછી વિનોદ તેનું એક્ટીવા લઈ તેનાં સાસુને તેમના ઘરે ઉતારી છરી રસ્તામાં નાખી સુરત જતો રહેલો. ત્યારબાદ સુરતથી પરત અમદાવાદ ગીતામંદિર આવી ત્યાંથી ઈંદોર જતો રહેલો. ઈંદોરથી પરત આવતાં દાહોદ એમ.પી. ની બોર્ડર ઉપર અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી લીધો. હાલ તેની સઘન પુછપરછ ચાલુ છે. અને ત્યારબાદ ઓઢવ પો.સ્ટે. સોંપવાની તજવીજ કરી છે તેવું એસીપી ક્રાઇમબ્રાન્ચ ચુડાસમા સાહેબ દ્વારા જાણવા મળ્યું છે.