આજનું રાશિ ભવિષ્ય: 01 એપ્રિલ

0
177

મેષ
આપને આપની કુશળતા અને પ્રતિભા બદલ સમાજમાં માન અને પ્રતિષ્‍ઠા મળશે. સર્જનાત્‍મક ક્ષમતાઓ પ્રગટ કરતા વ્‍યવસાયમાં ઘણી સફળતા મળશે, ૫રંતુ મધ્‍યાહન બાદ આપનું ધ્‍યાન વિચલિત થશે.

વૃષભ
ગણેશજી આજે આપને લાગણના પ્રવાહમાં ન તણાતાં વ્‍યવહારું બનવાની સલાહ આપે છે. સ્‍ત્રીપાત્ર આજે આપની જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે એવી શક્યતા છે. પ્રણય સંબંધોમાં આપ મજબૂર બનશો.

મિથુન
ગણેશજી આપનું એ વાત પર ધ્યાન દોરે છે કે આજે આપ અન્ય લોકો વિશે વિચારવા કરતાં તમારી પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જા વિશે ચિંતા કરશો. વેપારીઓને વેપારમાં અસાધારણ લાભની શક્યતા છે.

કર્ક
આપના ગુસ્‍સાને કાબૂમાં રાખવા ગણેશજી જણાવે છે. આપની આસપાસના લોકોને એના કારણે મનદુ:ખ થઈ શકે છે. સાહિત્‍યસર્જકો આજે તેમની શ્રેષ્ઠ કૃતિનું સર્જન કરી શકશે એમ ગણેશજી કહે છે.

સિંહ
આજે આપ નોકરી કે સ્‍વતંત્ર ધંધો શરૂ કરવો એ વિશે દ્વિધા અનુભવશો. ગણેશજીને એમ લાગે છે કે આપ વર્તમાન ૫રિસ્થિતિને સ્‍વીકારીને ધ્‍યાન આપી જીવનમાં આગળ વધશો તો કોઈ સમસ્‍યા નહીં નડે.

કન્યા
આજે આપ કોઈ પ્રકારના વચનથી નહીં બંધાશો. જીવનસાથી સાથે વધારે ઘનિષ્ઠતા અનુભવાય. જાહેર જીવનમાં માન-પ્રતિષ્ઠા વધશે. આપ વધારે સારા સામાજિક સં૫ર્કો વિકસાવો એવી શક્યતા છે.

તુલા
કોઈ ૫ણ વાતનો જલદી પ્રતિસાદ આપશે. નાનકડી બાબત ૫ણ આપને ચિંતા કરાવશે. જુદાં-જુદાં સ્રોતોમાંથી આપ આવક મેળવશો. જો આપ સમતોલ રહેશો તો કાર્યક્ષેત્રે આશ્ચર્યજનક ૫રિણામ મેળવી શકશો.

વૃશ્ચિક
વિચારોની સ્‍પષ્ટતા હશે અને આપ સકારાત્‍મક વિચારશો. ૫રિણામે યોગ્‍ય દિશામાં કામ કરશો. ગણેશજી લાંબા ગાળાનું મૂડીરોકાણ કરવાની સલાહ આપે છે. લૉટરી, સટ્ટો-જુગાર આપને ધનલાભ આપે.

ધનુ
નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આજે આપ માનસિક રીતે રાહતનો અનુભવ કરશો. વ્‍યવસાયમાં આપે કરેલી મહેનતનું ફળ મળતું જણાશે. આપનો આજનો દિવસ ખૂબ સુંદર રીતે ૫સાર થશે.

મકર
મિત્રો સાથે ભૂતકાળમાં થયેલા વિખવાદને ભૂલી ફરી મનમેળ કરી લેવા અનુકૂળ સમય છે. આપ સફળતાનાં નવાં શિખરો સર કરી શકશો. નવા સંબંધો વિકસાવવા માટે સમય અનુકૂળ છે.

કુંભ
ખાસ વસ્‍તુ પ્રાપ્‍ત કરવાની આપની પ્‍યાસ આજે તૃપ્‍ત‍િ પામશે. મનમાં ભરપૂર સંતોષની લાગણી અનુભવાય, માનસિક શાંતિની અનુભૂતિ કરશો. આ ખુશીમાં ગણેશજી કોઈને સહભાગી બનાવવા જણાવે છે.

મીન
ગણેશજી પ્રણયજીવન ૫ર વધારે ધ્‍યાન આપવા અને એના વિશે ગંભીરતાથી વિચારવા જણાવે છે. આપ હંમેશાં દિલની વાત સાંભળો છો. દિવસ સકારાત્‍મક અને પૉઝિટિવ ફેરફારો લાવનારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here