કપરાડા તાલુકાના મોટાપોઢા સેજો માં આવતી ભંડારકચ્છ આંગણવાડી કર્મચારી નિવૃત થતા મોટાપોઢા ખાતે વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

0
284

મોટાપોઢા ખાતે વર્કર શાંતાબેન નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો


કપરાડા તાલુકા ના ઘટક-૨ ના મોટાપોઢા સેજો માં આવતી ભંડારકચ્છ આંગણવાડી- ૨ કર્મચારી શાંતાબેન વય નિવૃત થતા મોટાપોઢા ખાતે વિદાય સન્માન કાર્યક્રમ કપરાડા ઘટક -૨ આઈ.સી.ડી.એસ અધિકારી વિનિતાબેન વાળવી અને મોટાપોઢા આંગણવાડી સેજો ના સુપરવાઈઝર નિરુબેન પટેલ ની ખાસ ઉપસ્થિતિ માં યોજાયો હતો.

પ્રાપ્ય વિગત મુજબ ભંડારકચ્છ ગામ ના તળાવ ફળીયા ખાતે આવેલી આંગણવાડી – ૨ માં છેલ્લા ૩૨ વર્ષ થી સેવા બજાવી આજરોજ સરકાર ના નીતિ નિયમો ના આધારે વયનિવૃત થતા શાંતાબેનનું વિશેષ સન્માન અને ફરજ દરમ્યાન કરેલી સારીકામગીરી ને બિરદાવવા કપરાડા ઘટક- ૨ ના અધિકારી મોટાપોઢા આંગણવાડી સેજોના સુપરવાઈઝર અને આંગણવાડી વર્કરો દ્વારા એક વિદાય સન્માન કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.અહીં ઉપસ્થિત તમામ બહેનો એ શાંતાબેન ને ભેટો આપી વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું.આ ઉપરાંત નિવૃત શાંતાબેન નું નિવૃત્તિ બાદ નું જીવન સુખમય ,નિરોગી અને ઘર પરિવાર સાથે આનંદ મય રીતે પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી ની કર્મચારી બહેનો ઉપસ્થિત રહી હતી.

Ad…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here