સમભાવ સંદેશ : વિરમભાઈ આગઠ
પોરબંદર જીલ્લાના ગામડાં ગામનું ઠોયાણાનું પુષ્પ ફરી એકવાર આંતર રાષ્ટ્રિય સ્તરે ખીલી ઉઠ્યું. ઠોયાણાની કિંજલ ઓડેદરાને કલા રત્નમ ફાઉન્ડેશન ઓફ આર્ટ સોસાયટી દ્વારા જિલ્લાના એક માત્ર કલા ચિત્રકાર ઇન્ટરનેશનલ facebook group આર્ટ એક્ઝિબિશન એન્ડ કોમ્પિટિશન કોન્ટેસ્ટ 2022 તરફથી ગોલ્ડન એવોર્ડથી સન્માનીત કરાયાં
પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકા ના થોયાણા ગામ ના વતની માજી સરપંચ રામભાઈ ઓડેદરા ની પુત્રી કિંજલબેન ઓડેદરા એ કલા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી ત્યારે ફરી એક અનેરી સિદ્ધિ ગોલ્ડન એવોર્ડ પ્રાપ્ત કરી મહેર સમાજનુ’ નામ રોશન કર્યુ છે.
ઇન્ટરનેશનલ facebook group આર્ટ એક્ઝિબિશન કોમ્પિટિશન કોન્ટેસ્ટ – 2022ગોલ્ડન એવોર્ડથી ઇન્ટરનેશનલ કલારતનમ એવોર્ડ ઇન્ડિયા* દ્વારા આંતર રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ એવોર્ડ થી સન્માન મેળવતા મહેર જ્ઞાતિ , ગામ અને પોરબંદર ગર્વ ની લાગણી અનુભવી રહ્યાં છે.ઘણા વર્ષો થી વતન થી દુર મહેર ના આ યુવતી કિંજલબેન અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે અને અનેક વાર ક્લક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ આ વખત આ મહેર યુવતી ની કલાની અનેરી સિદ્ધિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સન્માનિત કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કલા શિક્ષક તરીકે આઈ.ડી.પી સ્કૂલ ઘાટલોડિયા ખાતે કલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.મુંબઇ ખાતે હોટેલ તાજ માં “સ્પંદન દ્વારા આયોજિત નેશનલ આર્ટ ટીચર એવોર્ડ 2021” માં આ મહેર યુવતી ને રાજ્યના એક માત્ર કલા શિક્ષક તરીકે નેશલ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં મહેર જ્ઞાતિ ,ગામ અને પોરબંદર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
કિંજલબેન સાથે આ વિષય પર વાત કરતા અમે આ એવોર્ડ મળવા પર એમની અનુભુતી જણાવવા કહેલ, કીંજલબેન ભાવવિભોર થતા, ઈશ્વર, પરિવાર , મિત્રો ગુરુ જ્ઞાતિજનો , આઈ,ડી.પી સ્કૂલ ઘાટલોડિયા ના તમામ ટ્રસ્ટી, શિક્ષક સભ્યો, પ્રિન્સીપાલ અને કે KFOAS નો આભાર વ્યક્ત કરે છે.
હાલ કીંજલબેન ભારત ના અલગ રાજ્યોમાં વ્યવસાય રૂપે તમેની કલા પ્રદર્શનર્શના વ્યવસાય માં જોડાયલે છે. તદુપરાતં કીંજલબેન જે શાળા સાથે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે શાળા આઈ.ડી.પી કેમ્પસ ગુજરાત માં રાજ્યકક્ષા માં ક્લા ક્ષેત્રે બીજો ક્રમ ધરાવે છે અને રાષ્ટ્રીયસ્તરે કલા ક્ષેત્રે 12 મુ સ્થાન ધરાવે છે.આ ઉપરાતં કીંજલબેન ક્લાક્ષેત્રે નતનવીન અનેક પ્રવત્તિૃ સાથે જોડાયલે છે અને ક્લાક્ષેત્રે નવયુવાન-યવુતીઓને પ્રોત્સાહન પરૂં પાડે છે અને તમેના બનતા પ્રયત્નોથી થતી મદદ પણ કરે છે. કિંજલબેન ઓડેદરા પોતાની જ્ઞાતિ માટે ગૌરવ અનુભવે છે ત્યારે અઠવાડીયાનો એક દિવસ પોતાની જ્ઞાતિ ને free online શિક્ષણ પણ આપે છે મહેર ના દિકરા દિકરીઓને અને કોઈપણ બાળકો આર્ટ્ ક્ષેત્રમાં આગળ વધવાનો શોખ હોય તેઓ આ ક્લાસ જોઈન્ટ કરી શકે છે પોરબંદર જિલ્લામાં ક્યારેય પણ કોઈને આર્ટ્ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા હોય તો તેમના કોન્ટેક નંબર ૮૮૬૬૨૦૫૪૯૧ પર સંપર્ક કરવાથી બનતી મદદ ચોક્કસ કરવાનુ’ એક અખબારી યાદીમાં કિંજલ ઓડેદરાએ જણાવેલ છે.
અહેવાલ ઃ- વિરમભાઈ કે. આગઠ
પ્રેસ પ્રતિનિધિ-ગોસા(ઘેડ)
Ad..