કપરાડામાં અંભેટી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ ઝડપથી પાડતી એ સી બી

0
174

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બીજી ઘટના બની છે. કપરાડા તાલુકો ભ્રષ્ટાચાર માટે એ પી સેન્ટર બન્યું છે.શિક્ષણ વિભાગમાં અનેક ભ્રષ્ટાચાર સામે શિક્ષક સંઘ નો એક હોદ્દેદાર ઝડપી પાડવામાં આવીયો હતો. હાલમાં બીજી ઘટના બની છે જે કપરાડા માટે શરમ જનક બાબત કહી શકાય.આજની ઘટના માં કપરાડા તાલુકાના અંભેટી સ્નેહલભાઇ જેસીંગભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, વર્ગ-૩, ગ્રામ પંચાયત, તા.કપરાડા જી. વલસાડ ગુનો અંભેટી ગ્રામ પંચાયતનાં કંપાઉન્ડની બહાર રસ્તા ઉપર, અંભેટી ગામ, તા.કપરાડા જી.વલસાડ લાંચની માંગણીની રકમ : રૂ. ૧૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ : રૂ. ૧૦,૦૦૦/-લાંચની રીકવર કરેલ રકમ : રૂ. ૧૦,૦૦૦/- કામના ફરીયાદીનાં મિત્રની વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપેલ. જે ખેતીની જમીનને બિનખેતી કરાવવા દાખલો આપવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૨૦,૦૦૦/- જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપીએ સ્વીકારેલ હતા અને બાકીના રૂપીયા ૧૦,૦૦૦/- આરોપીએ તા.૦૬.૦૪.૨૦૨૨ ના રોજ આાપી જવા જણાવેલ. ફરીયાદી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવતા આ કામનાં આરોપી લાંચનાં છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપીયા ૧૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયો.ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સફળ ટ્રેપીંગ અધિકારી એન.કે.કામળીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત. વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here