ભારતીય જનતા પાર્ટીના (6th April, 1980) 42માં સ્થાપના દિન નિમિતે C.M.T.C. બાલસેવા કેન્દ્ર કપરાડા ખાતે પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને કપરાડા સંગઠનના ઉપપ્રમુખશ્રી ચેંદરભાઈ ગાયકવાડ (માજી સરપંચશ્રી કપરાડા) ની આગેવાનીમાં fruits (ફળફળાદી)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યમાં કપરાડા કારોબારી અધ્યક્ષા શ્રીમતિ ધયત્રીબેન અશ્વિનભાઈ ગાયકવાડ, વારોલી તલાટ જિ. પં. સદસ્ય દક્ષાબેન ચેંદરભાઈ ગાયકવાડ, કપરાડા ભાજપા કારોબારી સદસ્ય મનિષભાઈ ભરસટ, યુવા કાર્યકર અશ્વિનભાઈ ગાયકવાડ, સામાજિક કાર્યકર્તાઓ ગંગારામભાઈ, તુલસીરામભાઈ, શ્રી શિવાભાઈ અને અન્ય મિત્રો સહભાગી બન્યા હતા.
Ad..