વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના સુખાલા ( પટેલ ફળિયામાં ) સમાજના કુળદેવતા બરમદેવ નું નવુ સ્થાનક મંદિર નિર્માણ થતાં બરમદેવ નું સ્થાપન ડૉ. ચંદ્રકાંતભાઈ ભાણાભાઈ પટેલ ડૉ. ડિમ્પલ પટેલના મુખ્ય યજમાન પદે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામમાં આવેલ બરમદેવ નું સ્થાનક અતિ પ્રાચીન સમયથી હોવાનું જાણવા મળે છે.
આદિવાસી સમાજના કુળદેવતા બરમદેવ નું નવુ સ્થાનક મંદિર નિર્માણ થતાં, ધોડિયા સમાજે હર્ષ ઉલ્લાસ સાથે શૈલેશભાઈ પંડિયા , ઉમંગભાઈ બ્રાહ્મણોની ટીમ અને આદીવાસી સમાજની પરંપરાગત વાંજીત્ર સાથે વગાડતાં રામુભાઈ પટેલ ભગત (પુજારી) ના સથવારે પૂજા નગર યાત્રા પરંપરાગત આદીવાસી ધોડિયા સમાજના રીતરિવાજ મુજબ બરમદેવ બાપાનું સ્થાનક મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના દેવ તરીકે બરમદેવ,હાંવરાદેવ, બગલા દેવ, બ્રાહ્મણીયો દેવ અને દેવીઓ માં ચોહંટ જોગણી દેવી, ભોવાની માતા, મીરી માતા, માવલી માતા, દેવલી માડી, અને કંસેરી દેવીને મને છે. ધોડિયા સમાજ બહુ કુળો માં વેહચાયેલું છે જેથી દરેક કુળ પોતાની રીતે અલગ કુળ દેવી અને કુળ દેવતા છે. જેમાં મુખ્યત્વે કુળદેવી તરીકે ચોહંટ જોગણી દેવી, ભોવાની માતા, મીરી માતા, માવલી માતા, દેવલી માડી, અને કંસેરી દેવીને પૂજાય છે અને દેવતા તરીકે બરમદેવ, હાવરા દેવ, બામણીયા ભૂત, અને બગલાભૂત પુંજાય છે.
કોરોના કાળમાં ગ્રામજનોએ બધાના સહયોગ થકી બરમદેવ નું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. એજ સ્થાન પર સ્વાધ્યાય પરિવાર દ્વારા પ્રાથના મંદિર ( હોલ ) પણ નિર્માણ થયેલ છે. સ્વ. ભગાભાઈ નથ્થુભાઈ પટેલ પરિવાર , સ્વ. છોટુભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર , બચુભાઇ રણછોડભાઈ પટેલ પરિવાર દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું હતું.
બરમદેવ મંદિરના નિર્માણ માટે સુબોધભાઈ પટેલ અને ગામના યુવાનો વડીલો દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. વિશેષ ડૉ. ચંદ્રકાંત ભાઈ પટેલ જનની હોસ્પિટલ ધરમપુર અને પી.કે. પટેલ ગાંધીનગર, ચંદુભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, ભાણાભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, ભરતભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ, દેવાનંદ પટેલ,હસમુખભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, દુર્લભભાઈ પટેલ, ઘેલાભાઈ પટેલ, વિજયભાઇ પટેલ, શૈલેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, અમરતભાઈ પટેક, ઈશ્વરભાઈ પટેલ , રાકેશ પટેલ, રામુભાઈ પટેલ , કીર્તિ કુમાર, ધર્મેશ કુમાર કૃપલકુમાર,આદિત્ય કુમાર,જયંતી ભાઈ ચૌધરી નાનાપોઢા, ગ્રામજનોના સંપૂર્ણ સહયોગ દ્વારા મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.
બરદેવનું મંદિરના નિર્માણ માટે અને બરમદેવ ના સ્થાપન મહોત્સવમાં હેમંતભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ , ચંદુભાઈ પટેલ, દ્વારા ઘણી પ્રસનીય કામગીરી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રકાશભાઈ પટેલ માજી જિલ્લા પંચાયત પ્રમુખ, ફુલસિંગભાઈ પટેલ જલારામ બાપાના ધામ ફ્લાધરા , નયલેશભાઈ પટેલ સરપંચ ફ્લાધરા, શંકરભાઈ પટેલ માજી તાલુકા પ્રમુખ , રમણભાઈ પટેલ માજી આચાર્ય બાબુભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ આચાર્ય શિંદુમ્બર , હરેશભાઇ પટેલ – રામુભાઈ પટેલ શિક્ષક સમાજના અગ્રણીઓ, યોગેશભાઈ પટેલ માજી.મેનેજર એસ.બી.આઈ. બેંક વલસાડ ગ્રામજનો આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Ad……