શિક્ષણની રાજનીતિમા શિક્ષકની વ્યથા

0
262

દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાતની શાળાઓ જોવા આવે છે અને તાલીમનાડુના મુખ્યમંત્રી દિલ્હીની સ્કુલની મુલાકાત લીધી વગેરે વગેરે થી શિક્ષણ થકી રાજનીતિ ગરમાય છે ત્યારે સૌએ જાણવું જરૂરી છે દિલ્હીમાં અંદાજિત ૧૦૦૦ સરકારી શાળાઓ છે અને તે માત્ર શહેરી વિસ્તારમાં છે

જ્યારે ગુજરાતમાં ૪૦,૦૦૦ શાળાઓ છે જે માત્ર શહેરી વિસ્તારમાં નહિ પણ દૂર દૂર ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત એ ડુંગર પર પણ હોય અને ક્યાંક દરિયાના બેટમાં પણ હોય એટલે પહેલી નજરે આવી સરખામણી ના કરી શકાય.દિલ્હી સરકારે ૫૪ જેટલી શાળાઓ અફલાતૂન એટલે કે તમામ સુવિધાઓથી સજ્જ બનાવી છે તેમજ શિક્ષણ સારૂ છે તેમાં ના નથી. જ્યારે ગુજરાતમાં કશું નથી કર્યું તો તે પણ સાવ ખોટી વાત છે કેમ કે આપણે તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરી છે અને હજી પણ શિક્ષણને ગુણવતાયુક્ત બનાવવા સતત આ પ્રસાયો થઈ રહ્યા છે. ગુજરાતમાં ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ, બાલા પ્રોજેકટ, કે.જી.બી.વી., સ્માર્ટ સ્કૂલ આ કઈ ઓછું નથી.
રાજકીય આગેવાનો અને સોશિયલ મીડિયામાં માત્ર વાહવાહીની આવી વાતોથી ગુજરાતનો શિક્ષક નાનપ અનુભવે ત્યારે શિક્ષકની વેદના પણ સમજવી જોઈએ કે જે ગુણવતાયુક્ત શિક્ષણ માટે સતત કાર્ય કરી રહ્યા છે. શાળાનો જન્મ દિવસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો શાળાના સ્થાપના દિવસ સ્વરૂપે ઉજવે જ છે. દુઃખ ત્યારે થાય કે જ્યારે રાજનીતિમાં મુખ્ય જે મુદ્દો ઉપાડ્યો છે એનું મુખ્ય પાત્ર શિક્ષક ભુલાય જાય છે. શિક્ષણમાં કેટલીક ખામીઓ પણ હોય શકે તો શું આપણી ખુબીઓને ભુલી જવી. શિક્ષકોના કેટલાક પ્રશ્નો પણ છે જે સતત વહેતા રહે છે અને એ તો ચાલતું જ રહેશે પણ એનાથી ગુજરાતનું શિક્ષણ અને શિક્ષક વગોવાય એ યોગ્ય નથી

Ad…

શિક્ષણની મોટી મોટી વાતો ઠોકનાર પોતાની ગામની શાળામાં ક્યારેય મુલાકાતે ગયા છે ? જો ગયા હોય તો શાળા પરિવારની તકલીફ જાણી ! પહેલા પોતે આ બાબતે શું કરી શકે છે ? એ વિચાર્યું ખરૂ ? એવી કેટલીય અંતરિયાળ વિસ્તારની શાળાઓ છે કે જ્યાં સરકારશ્રીના શિક્ષણ વિભાગની સાથે સાથે ત્યાના સ્થાનિક લોકોની લોકભાગીદારી તેમજ સહકારથી શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે ત્યાં આવા શિક્ષણની રાજનીતિના બણગાં ફૂંકનાર કોઈ દિવસ પીઠ થાબડવા ગયા છે. ? જ્યારે આપણે કોઈને કહીએ કે ફલાણાનું, ઢીકળાનું શિક્ષણ ખુબ જ સારૂ છે તો આપણું કેવું ?. મારૂ તો એવું માનવું છે કે પરિસ્થિતિ મુજબ આપણું સારૂ છે અને આપણું પોતાનું આવું ખરાબ બોલનારે બોલતા શરમ આવવી જોઈએ કેમકે તે પોતે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમન નહિ જાણતો હોય તો જ આવું બને. અધિનિયમનમાં શાળાનું સંચાલન ત્યાંના સ્થાનિક લોકો જ શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત જ કરે છે તો તમે તેમાં સામેલ થઈ શકો છો અથવા તેને મદદ કરો. માત્ર વાતો, સલાહ-સુચન, શિખામણ આપવી સહેલી છે અને ઉપયોગી થવું બીજી બાબત છે.

લેખ લખવાનું પ્રયોજન માત્ર શિક્ષણની રાજનીતિમાં શિક્ષક વગોવાય છે એ ગમતું નથી એજ છે. બાકી તમે રાજનીતિ કરી શકો છો. જોકે અમે પણ રાજનીતિનો અભ્યાસ કર્યો જ છે. સાથે સાથે શિક્ષણમાં સારી કામગીરી કરી, કરાવી, વધુ સારી કરવા શૈક્ષણિક નેતૃત્વ થકી પ્રયત્નો કરી સૌને જોડવા પ્રયત્નો કરી રહયા છે. બાકી કોઈને અભરખો હોય કે શિક્ષણ અને રાજનીતિ અંગે ચર્ચા કરવી છે તો શાળા સમય બાદ ભોરાસર સીમ શાળા રાણાવાવના ખુલા મેદાનમાં આવજો તો મજા પડશે. મીડિયાના મિત્રો કે જે સતત શિક્ષણની ચિંતા કરે છે તેમને વિનંતી કે તેઓ શિક્ષકોના પ્રશ્નો અને શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા સારા શિક્ષકો જોડે ચર્ચા કરે જેથી વધુ સારા પરિણામ મેળવી શકાય. તેમ વસવસો ઠાલવતાં રાણાવાવ તાલુકાની અનેક વિધ પ્રવૃતિઓમાં નામના એવોર્ડ મેળવનાર નમુનેદાર ભોરાસર સીમ શાળાના એક પ્રમાણિક અને સતત બાળકોની શિક્ષણ પ્રત્યે ખેવના રાખનાર શિક્ષક લાખાભાઈ ચુંડાવદરાએ એક અખબારી યાદીના માભ્યમથી જણાવેલ છે.
રીપોર્ટર વિરમભાઈ કે આગઠ
ગોસા(ઘેડ) પોરબંદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here