અમદાવાદ ખાતે મુસ્તહિક હેલ્પ અને આફિયત ગ્રૂપ દ્વારા આવકના દાખલાનો મેગા કેમ્પ યોજાયો

0
241

જીએનએ અમદાવાદ:

અમદાવાદ ખાતે વિસ્તારના લોકોને સહયોગ અને માર્ગદર્શન હેતુ આવકના દાખલા માટેનો મેગા કેમ્પ યોજાયો જેમાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અમદાવાદના ગોળલિમડા ખાતે અસ્ટોડિયા રોડ પર આવેલ ન્યુ અંજુમન સ્કૂલના બેજમેન્ટ ખાતે વિસ્તારના લોકોને સરળતાથી અને મારદર્શન મુજબ આવકના દાખલા મળી રહે તે ઉમદા હેતુથી મુસ્તહિક હેલ્પ ગ્રુપ અને આફિયત ગ્રૂપના સહકાર અને સહયોગ દ્વારા આવકના દાખલાનો મેગા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આશરે 700 થી વધુ લોકોએ ભાગ લઈ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં આવકના દાખલા માટેના જરૂરી પુરાવાઓ લઈ લોકોએ દાખલાઓ મેળવ્યા હતા. લોકોએ આ બંને ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આયોજનને બિરદાવ્યું હતું અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here