વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ બાબતે કપરાડા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

0
184

  • દેશ ના લોકતંત્ર નો ચોથો સ્થંભ ગણાતા વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ કરલ હોઈ તે બાબતમાં માનનીય રાજ્યપાલશ્રી રાજ ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર,માનનીય મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર આવેદનપત્ર કપરાડા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

વલસાડ જિલ્લાના કપરાડા માં આપવામાં આવેલ આવેદનપત્રમાં સમસ્ત આદિવાસી સમાજ કપરાડાદ્વારા વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારુ ની હેરાફેરી સંબંધે વહીવટદારોએ બુટલેગરો સાથે સેટીંગ કરી લીધુ ના શીર્ષક હેઠળ સમાચાર છપાયા હતા.જે સમાચાર બાદ અખબારના તંત્રી પુણ્યાપાલ શાહ સામે વલસાડ પોલીસ ગંભીર વિવિધ કમલ લગાવી ગુનો દાખલ કરી એમના સુરત સ્થિત ધરેથી ધરપકડ કરી હતી.એનાથી વધુ આધાતજનક બાબત એ છે પોલીસ જેને આ અખબાર સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ પરિવાર સાથે બીલીમોરામાં પરિવારથી અલગ રહે છે.એવા તેમના કાકા જયંતીભાઈ સામે પણ ફરીયાદ નોંધી છે આ ઉપરાંત પુણ્યપાલના અન્ય કાકા અનીલભાઈ શાહ સામે પણ ગુનો દાખલ કર્યો છે.પત્રકાર પોતાની ફરજના ભાગરુપે કામ કરતા હોય છે પત્રકાર જે અહેવાલ લખતા હોઈ છે તે ઉપર ના અધિકારી ઓએ તપાસ કરવાની હોઈ છે કોઈના માટે અપમાન જનક લખાણો લખે તો તેમના માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે. આર્ટીકલના આધારે વાચકો સાથે છેતરપિંડી અને વિશ્વાસધાત કરાયો હોવાની પોલીસ જાતે ફરિયાદ બની પત્રકારના પરિવાર સામે પણ ફરિયાદ નોધાવે એ કેટલે અંશે વાજબી કહેવાય.
અમો સમસ્ત આદિવાસી સમાજ કપરાડા વતી કહેવુ છે કે લોકતંત્રનો ચોથો સ્તભ ગણાતા મીડીયાનો અવાજ દબાવાનું કામ થઈ રહ્યું છે તો શું અમારા ગરીબ આદિવાસી સમાજ નો અવાજ પણ આજે રીતે દબાવવામાં આવછે?આ ઘટનાનો આદિવાસી સમાજ માં ઘેરો પ્રત્યાધાતો પડ્યો છે.અને આ ઘટનાને સમસ્ત આદીવાસી સમાજ કપરાડા સખત શબ્દોમાં વખોંડી કાઢે છે તેમજ ખોટી રીતે મીડિયાને દબાવવા માટે દાખલ કરાયેલી એફઆઈઆર સી-સમરી કરવામા આવે અને આ ખોટી ફરિયાદ કરનાર પાછળ કોનો હાથ છે. અને કોણે ષડયંત્ર કરેલ છે તેની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસ દરમ્યાન કસૂરવાર ઠરે તો તેના પર તાત્કાલિક એક્શન લેવામાં આવે એવી સમસ્ત આદિવાસી સમાજ કપરાડા ની લાગણી અને માંગણી છે.
એક પત્રકાર નો અવાજ દબાવવાંમાં આવે છે તો અમારા ગરીબ આદીવાસી ઓનો અવાજ દબાવવું એમના માટે કોઈ મોટી વાત નથી,જેથી તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમસ્ત આદીવાસી સમાજ કપરાડા પત્રકારો અને આદિવાસી સમાજ ના હિત ને ધ્યાને રાખી ને રસ્તા પર ઉતરતા પણ અચકાછે નહીં જેની નોંધ લેવા વિંનતી સાથે નું આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવામાં આવ્યું હતું.Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here