રેલી કાઢી આવેદન પત્ર આપવનારા શિક્ષકો સમય સુચકતા ચુક્યા,મંત્રી શ્રી રાહ જોઈ અન્ય કાર્યક્રમમાં નીકળી ગયા ..

0
186

સમયની કિંમત જો શિક્ષકો જાળવી ના શકતા હોય અને સમજી ન શકતા હોય તો આદિવાસી બાળકોને સમય ની કિંમત અંગે શુ કેળવણી આપશે જેવી ચર્ચા ઓ ઉઠી

જૂની પેન્સન યોજના ચાલુ કરવા આજે કપરાડા માં કેબિનેટ મંત્રીને આવેદન પત્ર આપનાર હતા પરંતુ આવેદન પત્ર આપવા નીકળેલા શિક્ષકો સમય સુચકતા ન જાળવતા આખરે મંત્રી શ્રી તેમના અન્ય કાર્યક્રમ માં નીકળી ગયા હતા અને શિક્ષકો મંત્રી શ્રી ની ઓફીસ ઉપર પોહચી માત્ર પી એ ને આવેદન સુપત્ર કર્યું હતું જોકે કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી ને સવારે 9 થી 10 વાગ્યા સુધી નો સમય આવેદન પત્ર સ્વીકારવા માટે આપ્યો હતો પરંતુ શિક્ષકો સમય ઉપર ન પોહચતા મંત્રી શ્રી અન્ય કાર્યક્રમ માં જવા રવાના થઈ ગયા હતા અને આવેદન લઈ મોડા પોહચેલા શિક્ષકો ને માત્ર પી એ ને આવેદન ની કોપી આપવી પડી હતી

મહત્વ નું છે કે રેલી યોજી આવેદન પત્ર આપવા આવેલ સ્વરૂપવાન શિક્ષિકા ઓ રેલી બાજુ એ મૂકી સેલ્ફી લેવામા મશગુલ થયેલી જણાઈ આવી તો કેટલાક મહિલા શિક્ષિકા સાથે હસ્ત ધૂંનન કરતા જોવા મળ્યા હતા રેલીનો મુખ્ય હેતુ જાળવી ન શકતા આવેદન પત્ર આપવા મોડા પોહચેલા શિક્ષકો સમયની કિંમત ન જાળવી શકતા હોય બાળકો ને સમય અંગે કેવી કેળવણી આપશે જેવી ચર્ચા ઓ ઉઠી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here