પ્રેમી સાથે મળી પતિ ની હત્યા કરવા ના કિસ્સા માં પત્ની અને પ્રેમી ને થઇ આજીવન કેદ ની સજા

0
261

વલસાડ ના વેલવાચ ગામે પત્ની એ પ્રેમી સાથે મળી પતિ ની હત્યા કરવા ના કિસ્સા માં પત્ની અને પ્રેમી ને થઇ આજીવન કેદ ની સજા કરી જુઓ વિડીયો
વલસાડ ના વેલવાચ ગામે પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિ ની તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી લાશ ને ખેતર મા ફેંકી દીધી હતી. આ પ્રકરણ માં પોલસે જેતે સમયે તપાસ ના આધારે મરનાર વ્યક્તિની ની પત્ની અને તેના પ્રેમી ને ઝડપી પાળિયા હતા. જેમાં આજરોજ વલસાડના મુખ્ય સેશન્સ જજ શ્રી એમ કે દવેએ પ્રેમી સાથે મળી પતિ ની આંખમાં મરચા ની ભૂકી નાખી હત્યા કરનાર પત્ની શોભનાબેન જયસુખભાઇ પટેલ અને પ્રેમી અજીત ઝવેરભાઈ પટેલને ડી. જી. પી અનિલ ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી દોષીત જાહેર કરવાનો હુકમ કર્યો છે. ત્યારે આ ચકચારી હત્યા પ્રકરણ માં પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ ના ધરમપુર રોડ પર આવેલા ફલધાર ગામે રહેતા અને ખેતી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા જયસુખભાઈ રામભાઈ પટેલ અને તેમની પત્ની શોભનાબેન પારડી ખાતે રેમાન્ડ કેમ્પની મા નોકરી કરતી હતી. જેમને રોજ તેમના ઘરે ફલધાર થી પારડી લેવા અને મુકવા માટે પારડી ના નેવરી ગામ નો રીક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલ આવતો હતો. રોજબરોજ ની મુલાકાતને લઇને અજીત ને શોભના થી પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ એટલી ચરમ સીમાએ પોહચી ગયો હતો કે બન્ને એક બીજા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હતા. છેવટે બન્ને પ્રેમી પંખીડાઓએ એક થવાનું નક્કી કરી નાખીયું હતું. પરંતુ શોભના ના પતિ જયસુખ ના લીધે તેઓ એક ન થઈ શકતા બન્ને જણાએ રસ્તા માંથી જયસુખ ને હટાવવા માટે કાવતરું રચ્યું. અને ગત 22 જાન્યુઆરી 2018 ના રોજ સવારે 6:00 વાગ્યા ના સુમારે રોજ ની જેમ અજીત શોભના ને લેવા માટે તેને ઘરે પિયાગો રીક્ષા નંબર :- જી.જે.15.એ.યુ.1489 લાઇ ને આવ્યો હતો. અને તેમના પ્લાનિંગ પ્રમાણે તેમને ઘરે થી નીકળતી વખતે શોભના ના પતિ જયસુખ ને પણ તેમની સાથે આવવા કહ્યું. અને ત્રણે જણા તેમના ઘરે ફલધાર થી નીકળી વેલવાચ ગામ તરફ જતા હતા. તે દરમ્યાન વેલવાચ અને કોસમ કુવા ની વચ્ચે શોભના એ તેના પતિ જયસુખ ની આંખો મા માર્ચ ની ભુકિ નાખી જયસુખ ને તીક્ષ્ણ હથિયાર વડે માથા અને મોઢા ના ભાગે માર મારતા જયસુખ એ બુમાબુમ કરી મૂકી હતી. જેનો અવાજ સાંભળી આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા. પરંતુ જયસુખ લોહી થી લથપથ હાલતમાં લાશ જોઈ રીક્ષા ચાલક અજયે પુરપાટ ઝડપે રીક્ષા ભગાવી ત્યાંના હરખીણ ફળિયા થી પટેલ ફળિયા ના વચ્ચે એક ખેતર મા લાશ ને ફેંકી શોભના અને તેનો પ્રેમી અજીત ઘટના સ્થળે થી ભાગી છૂટ્યા હતા. આ ઘટના ની જાણ વલસાડ રૂરલ પોલીસ ને થતા તત્કાલીન પી.એસ.આઈ પંડ્યા અને એફ.એસ.એલ ના અધિકારી દોડી આવ્યા હતા. અને શોભના ની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી હતી. અને આ કરુણ હત્યા ને અંજામ આપનાર પત્ની અને તેના પ્રેમી ને આજરોજ વલસાડ ની નામદાર સેશન્સ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here