ધરમપુરના નાની ઢોલડુંગરી ગામે મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી

0
181

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીના સ્થાપના દિવસે તથા મહામાનવ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણીપાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS DHARAMPUR તથા પ્રાથમિક શાળા નાની ઢોલડુંગરીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 31 યુનિટ રક્તદાનસાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરી સ્થાપના દિવસ તથા મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી અને રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરીના સ્થાપક) ઉપસ્થિત સામાજિક અગ્રણીઓ દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીના સ્થાપના દિવસે તથા મહામાનવ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS DHARAMPUR તથા પ્રાથમિક શાળા નાની ઢોલડુંગરીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 31 યુનિટ રક્તદાન ભેગુ કરી તથા ડૉ બાબા સાહેબ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પી, સાકાર વાંચન કુટીર સ્થાપના માં જેમનો સિંહ ફાળો હતો એવા સ્વ. દિનેશભાઈ એન. પટેલ નો ફોટો સાકાર વાંચન કુટીરમાં મૂકી અનોખી રીતે સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરી તથા ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે Rainbow warriors Dharampur ગ્રુપની અનોખી પરંપરા મુજબ ધરમપુર તાલુકા ખુબજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ગનવા ગામની દીકરી દક્ષા ચૌધરીની વુશુ ડ્રેગોન kung-fu માર્શલ આર્ટમાં મેળવેલ વિશેષ સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું. આ તબક્કે દક્ષાબેન ચૌધરી તથા હિતેશ ભાઈ પ્રજાપતિ એ શાળા ના વિદ્યાર્થી ઓને સ્વ રક્ષણ ની કેટલીય સરળ રીતો કરી બતાવી હતી તથા શાળા માં અભ્યાસ કરતી દીકરી ઓ ફરજિયાત સ્વ રક્ષણ ની તાલીમ લે એવો આગ્રહ કર્યો હતો.આ પ્રસંગે યોગેશભાઈ પટેલ સરપંચ નાની ઢોલ ડુંગરી , ડૉ.પંકજ ભુસારા, ડૉ. વર્ષાબેન પટેલ (આચાર્ય મોડેલ સ્કૂલ માલન પાડા) , જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઈબ્રેરીના સ્થાપક), હિતેશભાઈ પ્રજાપતિ (વૃશુ ડ્રેગોન કુંગફુ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ) , ગોકુળભાઈ પટેલ (વલસાડ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ), વિજય સિંહ પરમાર પ્રમુખ (ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), કેતનભાઈ ગરાસિયા (મહામંત્રી ધરમપુર તાલુકા સંઘ), જયેશ ગરાસિયા (જિલ્લા ઓડિટર વલસાડ) , રાજેશભાઈ પટેલ (સહમંત્રી ટીચર સોસાયટી ધરમપુર ),જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટરસ ધરમપુર), આર.બી.પટેલ (નિવૃત્ત કેળવણી નિરીક્ષક) , હર્ષાબેન પટેલ , રજની પટેલ (સરપંચ મરઘમાળ )વગેરેના ઊપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.ડૉ.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1થી 3 નંબર વિજેતા વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.
રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ, Rainbow warriors Dharampur , ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, શિક્ષક મુકેશ પટેલ તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં તમામ માટે ભોજનની વ્યવસ્થા સરપંચ યોગેશ પટેલ તથા ભરતભાઈ પટેલ સર તથા અન્ય આગેવાનોના સહકારથી કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ વિરેન્દ્ર સહિત નાની ઢોલ ડુંગરી શાળાના શિક્ષકો, ગામના યુવાનો મિતેશ પટેલ, કિરણ પટેલ, મુકેશ પટેલ,કીર્તિ પટેલ, જિતેન્દ્ર પટેલ,હિરેન પટેલ, સૌરવ પટેલ, રાકેશ પટેલ,દિવ્યેશ પટેલ, કૌશિક પટેલ, મયુર પટેલ, રૂત્વિક પટેલ,સ્નેહલ પટેલ આગેવાનો Rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો ઉમેશ પટેલ, જીતુ ચાવડા, અંકિત પટેલ, મીત્યાંગ પટેલ નિતા પટેલ , પરેશ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય ઉમેશ આહીર, શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયા તથા rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું.Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here