ગુજરાતના અર્ધ લશ્કર ની સમસ્યા અને તેના કલ્યાણકારી લાભ માટે આમ આદમી પાર્ટી ના નેતા ઇસુદાન ગઢવી ને આવેદન પત્ર આપ્યું પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન અમદાવાદ જિલ્લા ના પ્રમુખ અનિલભાઈ , રાવિરામભાઈ અમદાવાદ જિલ્લા મહામંત્રી , ત્રિભુવન ભાઈ અસારવા વોર્ડ પ્રમુખ , તુલશિભાઈ અમદાવાદ શહેર પ્રમુખ, વસંતભાઈ અમદાવાદ જિલ્લા ઉપ પ્રમુખ હાજર રહ્યા .
આમ આદમી ના ઇસુદાન ગઢવીસાથે અર્ધ લશ્કર ની સમસ્યા વિશે વિગતવાર સાથે ચર્ચા વિચારણા કરી. સેના , લશ્કર,આર્મી છે જે એક જાતનું રિઝર્વ ફોર્સ છે જે યુદ્ધના સમયે જ એનું કામ હોય છે બાકી નોર્મલ ,શાંતિ ના સમય મા આતંકવાદી , નક્ષલ પ્રભાવિત વિસ્તાર , ચુંટણી માં કુદરતી આફત માં vip vvip ની સુરક્ષા તેમજ કોઈ પણ જાતના દંગા ફસાદ માં અર્ધ લશ્કર ના જવાનો શહીદ થયા હોય છે પોતાનું બલિદાન આપ્યાં હોય છે છતાં પણ જે આર્મી જેવી સુવિધા થી વંચિત રાખવામાં આવે છે અર્ધ લશ્કર ને એ ખરેખર અન્યાય કહેવાય જો આમ આદમી પાર્ટી સતા માં આવશે તો આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ કરી આપશે એવું આશ્વાસન આપ્યું અર્ધ લશ્કર સંગઠન માટેની લાગણી અને સમસ્યાના નિવારણ માટે આપેલ તેમના શબ્દો ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના તમામ જવાન ભાઈઓ તરફથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.