સ્વાદ અને સુગંધ મા ફેર લાગે તો કોરોના ટેસ્ટ કરાવો” અને ” રામ અને અયોધ્યા માટે સંશય થતો હોય તે DNA ટેસ્ટ કરાવે “:- પ્રફુલભાઇ શુકલ

0
185

ઉમરગામ ના ઘોડીપાડા મા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા આયોજિત પંચાહન રામકથા મા આજે કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે બિહાર નો મિનિસ્ટર જીતેનરામ માંજી એમ કહે છે કે અમે રામ ને ભગવાન નથી માનતા,હિન્દૂ ના સંતાનો ને હજી પણ જો રામ અને અયોધ્યા પર શંકા હોય તો એટલુંજ કહેવાનું કે ” સ્વાદ અને સુગંધ મા જો ફેર લાગે તો કોરોના ટેસ્ટ કરાવો અને ભગવાન શ્રી રામ અને અયોધ્યા પર જો સંશય હોય તો DNA ટેસ્ટ કરાવો.અજ્ઞાની માણસો હજી પણ સમજતા નથી કે રામજી નો વૈશ્વિક ભગવાન તરીકે સ્વીકાર થઈ ગયો છે.આજે રામકથા મા ભરતચરિત્ર અને રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવાયો હતો.રજનીકાંત માંડેવાલા,વિલાસભાઈ પાટકર,વિજયભાઈ પાટકર, અંકુશભાઈ કામલી દ્વારા ભગવાન રામેશ્વર મહાદેવ નો 11 રસો થી રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.બ્રહ્મ સમાજ ના પ્રમુખ અક્ષયભાઈ ઓઝા દ્વારા રામેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામા આવ્યો હતો.સમગ્ર ઉમરગામ તાલુકા ના ભાવિકો વિશાળ સંખ્યા મા રામકથા નો લાભ લઇ રહ્યા છે.રમણલાલ પાટકરજી તરફથી દરરોજ હજારો બહેનો ને સાડી વિતરણ કરાઈ રહ્યું છે. ગુરુવારે રામયજ્ઞ કરી ને રામકથા ને વિરામ આપવામા આવશે અને 27 મી મે એ યોજાનારા સમૂહલગ્ન ની તૈયારી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here