કપરાડા તાલુકાના નાનાપોઢા ગામ એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામમાં શિક્ષણ પ્રાથમિક શાળાજ ખંડેર હાલતમાં

0
221

કપરાડા તાલુકાના નાનાપોઢા ગામ એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામમાં શિક્ષણ પ્રાથમિક શાળાજ ખંડેર હાલતમાંસરકાર સર્વ શિક્ષા અભિયાન મિશન ચલાવી રહી છે ત્યારે સરકાર ફક્ત આવી મોટી મોટી વાતો કરતી હોય તેવું લાગી રહ્યું છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ નાનાપોઢા ગામ એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ છે ત્યારે અહીં શિક્ષણ ક્ષેત્રને લઈને વાત કરીએ તો શિક્ષણ નો પાયો ગણાતી પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં જોવા મળે છે અહીંના બાળકો આ શાળામાં બેસીને ભણી શકે એવી હાલત જ નથી આ શાળા સંપૂર્ણ પણે જર્જરિત હાલતમાં જોવા મળે છે આ શાળા ગામમાં 1 /4 / 1942 વર્ષથી આવેલી છે તેમ છતાં આ શાળા હાલ જર્જરિત હાલતમાં પડેલી છે નાના નાના ભૂલકાઓ પ્રાથમીક શાળામાં જીવના જોખમે ભણવા જવા માટે ડરી રહ્યા હતા.અને હાલ બાળકો ઓટલા અને ગેલીરી અભ્યાસ લઈ રહ્યા છે વાલીઓ અને બાળકો પણ પ્રાથમિક શાળાના નવા મકાનની આશા વ્યક્ત કરી રહ્યા છે.વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના મુખ્ય સેન્ટર પર આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળાનું જર્જરીત મકાનમાં હાલત જર્જરીત મકાનમાં 502 આદિવાસી ગરીબ વિદ્યાર્થીની ઓ ભય નાં ઓથાર હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યાં છે.સંવેદનશીલ સરકાર અત્યારે સરકાર જ્યારે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે જેવા અભિયાનો દ્વારા શિક્ષણનું મહત્વ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે હેતુથી અનેકવિધ અભિયાન ચલાવે છે ત્યારે વલસાડ જિલ્લામાં નાનાપોઢા ગામમાં અનેક રાષ્ટ્રીય રાજકીય નેતાઓ આવી ચુક્યા છે. એજ ગામમાં ગાંધીનગર દિલ્હી સુધીનું રાજકારણ ચાલતું હોય ત્યારે એજ ગામમાં 502 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જ્યારે અત્યારે આ શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ શાળાનું બિલ્ડીંગ પણ વ્યવસ્થિત નથી અને અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળે છે આવી હાલતમાં વિદ્યાર્થીઓ ભણે તો પણ ક્યાં એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. હાલમાં શિક્ષણ મંત્રી ને પણ પત્ર લખવામાં આવેલ છે.નવું મકાન બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે.
બિલ્ડિંગ જર્જરિત હાલત માં છે ત્યારે તેઓ ની સરકાર પાસે એક જ માંગ છે કે સરકાર તેઓ ને એક નવું સુવિધા વાળું એક બિલ્ડિંગ બનાવી આપે અને તેઓ જે સુવિધાઓ થી વંચિત છે તે સુવિધાઓ તેમને મળે એવી વિનંતી કરી છે
વિદ્યાર્થીઓના વાલીઓ ની પણ એક જ માંગણી છે.નાનાપોઢા ગામમાં નવું બિલ્ડિંગ મળે અને તેઓ ને ડર લાગી રહ્યો છે કે આ બિલ્ડિંગ અચાનક પડી ન જાઈ અને ચોમાસા માં ઉપર થી પાણી ટપકી રહ્યા છે અને તેઓ સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે નવી બિલ્ડિંગ તેમને મળે.Ad…..આ શાળાના શિક્ષકો કોમ્યુટરો માં લેબ વગર કામ કરી રહ્યા છે શાળાનું મકાન જર્જરીત હોવા છતાં ખુબ જ મહેનતથી કામ કરી રહ્યા છે . જેની ઉડીને આંખે વળગે એવી વાતો આજુબાજુથી સાત ગામના બાળકો અહીં અભ્યાસ કરવા માટે આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિ ઓથી સજ્જ શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત રીતે ચાલે છે શિક્ષકો દિલ દઈને ખૂબ જ મહેનત થી કામ કરી રહ્યા છે .અને પીવાના પાણી પણ ફીલ્ટર પ્લાન્ટ નું પાણી પીવે છે .અને બેન્ચ ન હોય જેથી હાલમાં ઓટલા અને ગેલેરી હોલમાં નીચે જમીન પર બેસવું પડે છે અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથીઆ શાળા ઘણાં વર્ષો પહેલાં બનેલા મકાન ત્યાર થી અત્યાર સુધી માં કોઈ પણ જાતનો ફેરફાર કે રીનોવેશન કામ કરવામાં આવેલ નથી આ શાળા માં આવેલ રૂમો અતિ જર્જરીત હાલત માં હોવા થી શાળા ની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ઓ ખુબ જ ગરીબ પરીવાર માંથી આવેલ છે જેથી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરવો પડે છે શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ શાળા તાત્કાલિક નવી બનાવવા માં આવે જેથી સારૂં શિક્ષણ મેળવી શકાય.કપરાડા તાલુકાની અન્ય સારી સારી શાળાઓ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતે લઘુતાગ્રંથિ અનુભવી રહ્યા છે.
શાળાના આચાર્યશ શાળાનો સ્ટાફ શાળાની પ્રગતિ માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે જે એક પ્રશંસનીય બાબત છેAd…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here