ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર, 10 ડિસેમ્બરે થશે મતદાન

0
445

રાજ્યમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર: 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21મીએ મતગણતરી

ગાંધીનગર: ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. સોમવારે રાજ્ય ચૂંટણીપંચે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયચની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે મુજબ 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here