વલસાડ જિલ્લાના નાનાપોંઢા મુકામે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ શુભ હસ્તેચિરંજીવી હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.ડૉ. દિવ્યેશ ચૌધરીની અનુભવી ડૉક્ટર્સ અને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ‘ચિરંજીવી હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ ડૉ. કે.સી.પટેલ, વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે અદ્યતન તબીબી સુવિધાઓ થી સુસજજ ચિરંજીવી હોસ્પિટલનુ ઉધઘટન રવિવારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર.પટેલે કર્યું હતું.સી. આર.પટેલે તબીબોને જણાવ્યું કે હોસ્પિટલમાંથી દરદી સારા સાજા થઈ જાય અને તમને દુવા મળે અને સતત તમને યાદ કરે તેવું કામ તબીબો કરશે તેવી આશા રાખું છું. તેમણે જીતુ ચોધરી મંત્રી હોવા છતાં સેવાકીય પ્રવુતિ ચાલુ રાખી છે તે સરાહનીય છે.સાથે વડાપ્રધાન ની આરોગ્યલક્ષી અનેક યોજનાઓની વાત કરી હતી.જેના જેના થકી છેવાડાનો વ્યક્તિ પણ વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. તેમણે વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ આવશે તેમ જણાવી ટિકિટ ની ચિતા છોડી સંગઠન નું કામ કરે તે જરૂરી છે દરેક કાર્યકર્તા ઓને ગામમાં સરકાર ની 400 જેટલી યોજનાઓ છે જે લાભ આપવામાં સાચી સેવાઓ કરવામાં જણાવ્યું હતું
તાલુકામાં પ્રથમ વખત શરૂ થયેલી ખાનગી શેટ્રની હોસ્પિટલમાં અનુભવી નિષ્ણાત રોગોના નિષ્ણાત તબીબો,અદ્યતન તબીબી સુવિધાઓથી સુસજજ હોસ્પિટલની શરૂઆત થકી અંતરિયાળ વિસ્તારના લોકોને ગભીર પરિસ્થિતિમાં વલસાડ વાપી કે સુરત સુધી જવું ન પડશે સ્થાનિક કક્ષાએ જ તબીબી સારવાર મળી શ્કશે.હોસ્પિટલમાં જનરલ સર્જરી,હાડકા,સાંધાના રોગ,24 કલાક તાત્કાલિક સારવાર વિભાગ,સ્ત્રી રોગ નિષ્ણાત, સ્પાઈન સર્જરી, દુરબિંન થી ઓપરેશનની સુવિધા, આઇ.સી.યુ,એન આઇ.સી.યુ,ન્યુરો સર્જરી, કેન સર સર્જરી,24 કલાક કાર્યરત લેબોરેટરી,સોનોગ્રાફી,ડિજિટલ એકસ રે સહિતની સુવિધાઓ ઉપલ બ્ધ છે. સાંસદ ,કેબિનેટ મંત્રી કનું ભાઈ દેસાઈ , ધારાસભ્યો અરવિંદ ભાઈ પટેલ,ભરતભાઇ પટેલ, તબીબો,જિલ્લા, તાલુકાના પદાધિકારીઓ,શુભેચ્ચેકો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.