રાજ્યમાં બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ આગાહી કરવામાં આવી

0
174

વલસાડ જિલ્લાના કપરાડા અને પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાદળ છાંયા ગાંજ વીજ સાથે અમી છાંટણા

રાજ્યમાં બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા (Meteorological Department in Gujarat) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, બુધવારના રોજ બનાસકાંઠા મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડદોરા, ભરૂચ, રાજકોટ,અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે ગુરુવારે સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here