યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરતા રાજ્યપાલશ્રી – મુખ્યમંત્રીશ્રી

0
173

ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું

શ્રી બોરીસ જૉનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here