વલસાડનાં જીમ ટ્રેનરે આંત૨રાષ્ટ્રીય કક્ષાએ મિસ્ટર યુનિવર્સમા સિલ્વર મેડલ મેળવ્યો

0
234

૬૨ મી.”મિસ્ટર ઈન્ડિયા”બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કબજે કર્યો

વલસાડના નનકવાડા ગામમાં રહેતા અને વલસાડ અબ્રામા સ્થિત જીમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા ૨૬ વર્ષીય યુવાને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં સિનિયર મેન્સ ફિઝિકમાં સિલ્વર મેડલ (બીજો ક્રમ) મેળવી વલસાડ સહિત સમગ્ર રાજયનું ગૌરવ વધાર્યુ છે. આ ઉપરાંત તેણે મિ.ઈન્ડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ ક્રમ મેળવી ટાઈટલ કબજે કર્યુ હતું.

વલસાડને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનારા દિવ્યેશ પટેલે જણાવ્યુ હતું કે ૫ વર્ષ પહેલાં જીમ જોઈન કરી તેણે કસરત શરૂ કરી હતી. ફીટનેશ પ્રત્યે પહેલાંથી ખૂબ જ જાગૃત હોવાને કારણે તા .૨૧.૦૨.૨૦૨૦ ના રોજ વલસાડમાં યોજાયેલી સેકન્ડ સ્ટીલ બોડી કોમ્પીટીશન સ્પર્ધામાં ભાગ લીધો હતો

જેમા મિસ્ટર વલસાડનું ટાઈટલ જીત્યા બાદ સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમા વિજેતા બનતા ગુજરાત રાજય કક્ષાએ તા .૨૬.૦૩.૨૦૨૨ ના રોજ ” શ્રી ગુજરાત” કોમ્પીટીશનમાં મિસ્ટર.ગુજરાતનું ટાઈટલ કબજે કર્યુ હતું. ત્યારબાદ દિવ્યેશે પાછું વળીને જોયુ ન હતું . ત્યારબાદ તાજેતરમાં તા .૧૭.૦૪.૨૦૨૨ થી તા .૧૯.૦૪.૨૦૨૨ સુધી પુના શિવાજી સ્ટેડિયમ ખાતે મિ . યુનિવર્સ તથા ૬૨ – મી , નેશનલ બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં દેશ – વિદેશથી ૫૦૦ થી વધુ બોડી બિલ્ડર્સએ ભાગ લીધો હતો .

વલસાડ ખાતે એમ.ડી.જીમના ટ્રેનર દિવ્યેશ પટેલે સંદર દેખાવ કરી મિ. યુનિવર્સમાં મેન્સ ફિઝીક કેટેગરીમાં સિલ્વર મેડલ અને ૬૨ મી મિ . ઈન્ડિયા સિનિયર મેન્સ ફિઝિક કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા રહયા હતા. તેમની આ સિધ્ધિમાં એમ.ડી. ફિટનેશ જીમના સંચાલક મનિષ બલસારા અને ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર્સ એસોસિએશનનો ખૂબજ સહકાર રહયો હતો. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં જી.એસ.બી.બી.એ. ના પ્રમુખ ડો. જીજ્ઞેશ પટેલ, જનરલ સેક્રેટરી ચિરાગ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી ઈમરાન સૈયદ હાજર રહયા હતા બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આગળ વધવા ૨૧ દિવસથી મીઠું ખાવાનું બંધ કરવું પડે છે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આગળ વધવા માટે ખૂબ જ કડી મહેનત કરવી પડે છે. ૨૧ દિવસ પહેલાથી મીઠું ખાવાનું બંધ કરવું પડે છે. બોડીમાં ડ્રાયનેસ લાવવા માટે દરરોજ ફક્ત 500 એમએલ જેટલું જ પાણી પી શકાય છે. બીજી બધી સ્પર્ધાઓની સરખામણીએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં આગળ વધવા માટે થોડી મહેનતની જરૂર છે. તેમ છતાં રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા બોડી બિલ્ડિંગને એટલું પ્રોત્સાહન આપવામાં આવતું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here