ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ આગેવાનીમાં બાઇક યાત્રાનું
વલસાડ જિલ્લાના ધરમપુર ના આંબા તલાટ પ્રવેશતા સ્વાગત કરાયું.
આંબા તલાટથી બાઈક યાત્રા ધરમપુર શહેરના વિવધ માર્ગો ઉપરથી પસાર થઈ કપરાડા નાનાપોઢા ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધાઈ હતી.
75 આઝાદીનું વર્ષ ઉજવી રહ્યું છે દેશ માટે જે સ્વતંત્ર સેનાનીઓ વીર શહીદો પોતાની પ્રાણની આહુતિ આપી છે તેના માટે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ આગેવાનીમાં યાત્રા 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી યાત્રા ફરવાની છે .આજે વલસાડ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.સ્વ. મોરારજી દેસાઈ ના ઘરની માટી વલસાડ સાંસદ દ્વારા આપવામાં આવી હતી.સ્વગત પ્રવચન જીતુભાઇ ચૌધરી રાજ્યકક્ષાના મંત્રીશ્રી કલ્પસર, મત્સ્યોધોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા દ્વારા કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સ્નેહલ દેસાઇ,મહામંત્રી મયંક પટેલ ઉપપ્રમુખ વિવેક પટેલ, કિરણ ભોયા,કપરાડા તાલુકા યુવા મોરચા પ્રમુખ વિપુલ ભોયા મહામંત્રી દિવ્યેશ રાઉત,
સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપ અગ્રણીઓ જિલ્લા પંચાયત રમેશભાઈ ગાંવિત, મુકેશભાઈ પટેલ મોટી સંખ્યામાં જોડાયા હતા.