By:Babulal chudhari
ગેસ કનેક્શન તો લીધા છે પરંતુ ફરીથી ગેસ ભરાવવા જેટલા પૈસા નથી . અને ભાવ એટલો વધતો જ વધતો જ જાય છે કે અમે આ મોંઘવારી ભાવ સાથે ચાલી શકીએ તેમ નથી.
વલસાડ અને ડાંગજિલ્લા તાલુકાઓમાં મુખ્યત્વ આદિવાસી સમાજ ગરીબી રેખા હેઠળ જીવે છે.તેઓનું જીવન અતિ ગરીબાઈમાં વીતે છે. આજે અહીંયા મહિલાઓની સ્થિતિ ખુબજ દયનિય જોવા મળે છે. આજની મહિલા પોતાના કુટુંબમાં પોતાના પરિવાર માટે એક ટકનું ભોજન બનાવવા માટે ચૂલો પેટાવવા માટે ચિંતા સેવતી હોય છે. ત્યાતે તે મહિલા જંગલમાં જઈ લાકડા લાવી ચૂલો સળગાવી પોતાના પરિવાર માટે ભોજન બનાવે છે.અને આજે આવી મહિલાઓ પ્રત્યે સરકારે દયા સેવી ઉજ્જવળ યોજના લાવી દરેક પરિવારમાં એક એલ પી જી કનેક્શન હોવું જોઈએ એવી ચિંતા સેવી કનેક્શનતો આપ્યા પરંતુ આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતા તેઓના માટે સફળ કે નિષ્ફળ?
આ યોજના સરકાર દ્વારા સને 2016 માં શરૂ કરવામાં આવી હતી. ગરીબી રેખા નીચે જીવતા લાભાર્થી ને એલ પી જી કનેક્શન ફક્ત મહિલાઓને જ મળી શકે.5કરોડ મહિલાઓને ઉપલબ્ધ કરવાનું લક્ષય હતું. જે 2018માં યોજના વિસ્તાર કરીને તેમાં સાત અને શ્રેણીઓની મહિલા લાભાર્થીઓને સામેલ કરવામાં આવી. જેમાં રિલીફ અને હોટપ્લેટ મફત આપવામાં આવી. શુ આ યોજના ગરીબી નાબૂતી માટે?
આજે ગરીબી રેખા નીચે જીવતા પરીવારમાં ઉજ્જવલા યોજના હેઠળ દરેક પરિવારમાં ગેસ કનેક્શન છે. દરેક પરિવારે એનો લાભ લીધો છે. છતાં પણ ગામડાની મહિલાઓ જંગલમાં લાકડા કાપવા કેમ મજબૂર?ગામની મહિલાઓ સવારે હાથમાં દાંતરડું લઈ જંગલ ઝાડ કાપવા સિવાય કોઈ આરો નથી. તેઓ લાકડા કાપવા મજબુર છે. દિવાળીની શરૂઆત થતા તેઓ થોડા થોડા લાકડા ભેગા કરવામાં રોકાય છે. તેઓનું મુખ્ય બળતણ લાકડા છે. ઘરની રસોઈ થી લઈ નાવા ધોવા માટેનું પાણી ગરમ કરવા સિવાય બીજું કોઈ સાધન નથી.
આજે યોજનાની શરૂઆત કરી તે દરમ્યાન સરકારે અનેક ચિંતાઓ સેવી હતી. વિશેષજ્ઞ દ્વારા 5 લાખ લોકો મૃત્યુ ગંદા કોલસા ઈંધનના કારણે થાય છે. બળતણ હૃદય રોગ, આઘાત, લાંબા પ્રતિરોધક ફેફસા સંબંધી રોગો, ફેફસાના કેન્સર, ઘરેલુ વાયુ પ્રદુષણ બાળકોને થનારા શ્વાસ સંબંધી જવાબદાર છે. રસોઈમાં ખુલ્લી આગ સળગાવવી પ્રતિ કલાકે400 સિગારેટ સળગાવવા સમાન ગણાવ્યું છે. અને વિશેષ આ યોજના દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થશે અને તેમના સ્વાસ્થ્ય ની રક્ષા થશે. રસોઈ બનાવવામાં લાગતા સમય અને કઠોર પરિશ્રમ ઓછો કરવામાં પણ સહાયતા મળશે. આવા હેતુથી આ યોજના કરવામાં આવી હોવા છતાં આ ગામડાઓમાં આ યોજના મહિલાઓ માટે કેમ ફાવટ નથી આવી?
આ ઉજ્જવળ યોજના ગામડાઓમાં મહિલાઓ માટે સફળ કેમ સાબિત થવા પામી નથી. જે એક હાલે સંશોધન અને ચિંતનનો સવાલ છે.
- કપરાડા ધરમપુર તાલુકામાં આદિવાસી બહુધા વિસ્તાર ધરાવતા ગામડાઓમાં મહિલાઓ માટેની સશક્તિ કરણ અને સ્વાસ્થ્ય સંબંધી ઉજ્જવળ યોજના કેમ સફળ નથી. આ સંબંધી કેટલીક મહિલાઓ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે, આજે આજની મુખ્ય મોંઘવારી અમને પોષાય તેમ નથી. અમે ગેસ કનેક્શન તો લીધા છે પરંતુ ફરીથી ગેસ ભરાવવા જેટલા અમારી પાસે પૈસા નથી. અને ભાવ એટલો વધતો જ વધતો જ જાય છે કે અમે આ મોંઘવારી ભાવ સાથે ચાલી શકીએ તેમ નથી. અમોએ જ્યારે શરૂઆતના સમયે ગેસ કનેક્શન આપ્યુ અને જે ભરેલ ગેસ હતો તેનો ઉપયોગ બાદ આજ દિન સુધી બીજો ગેસ ભરાવ્યો નથી. એક ગેસ બોટલ માત્ર ત્રણ મહિના ચાલે એ અમને પોષાય તેમ નથી. જેટલો ખર્ચ બોટલ ભરાવવામાં પૈસા ખર્ચી નાખીએ એટલા પૈસા અમને ઘરમાં રાશન લઈ આવતા અમારા ઘર પરિવારનું ચાલી જાય છે. જેથી અમે હાલે ગેસ નો ઉપયોગ કરતા નથી અને અમને તો અમારા વિસ્તાર જંગલમાંથી મળી રહેતા લાકડા એજ અમારા માટે સારું છે. જંગલમાંથી મળતા લાકડા માત્ર એક સમય જઈને લઈ આવતા મહેનત લાગે બાકી કોઈ ખર્ચ થતો નથી. અને ચૂલા પર લાકડા દ્વારા બનાવવામાં આવેલ રસોઈ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. લાકડા ખૂટી જવાની કોઈ ચિંતા નથી. જ્યારે ગેસ પૂરો થાય તેની ચિંતા કરવી પડે છે.