કપરાડા તાલુકાના ગિરનારા ગામે આદિવાસી ગરીબ પરિવારનું ઘર તોડી પાડવામાં આવ્યું

0
158

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા બે પહેલા જાણ કરવામાં આવી હતી. આજ રોજ બપોર પછી ઘર તોડી પાડવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.અધિકારીઓ હવે લોકો પર જ હવે રોફ જમાવતા હોય એવો કિસ્સો કપરાડાના ગિરનારા બરડા ફળીયામાંથી 2 દિવસ પહેલા સામે આવ્યો હતો. છે છેલ્લા છ વર્ષથી રેહતા લક્ષ્મણભાઈ કાકડભાઈ રાઉતના ગરીબ પરિવારને અચાનક ઘરની જગ્યા ખાલી કરવા માટે સરકારી અધિકારી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું.કપરાડાના ગિરનારા બરડા ફળીયામાં લક્ષ્મણભાઈ કાકડભાઈ રાઉતનો ગરીબ પરિવાર છેલ્લા ઘણા વર્ષથી રહે છેતેઓ સરકારી ધારાધોરણ મુજબ ઘર વેરો પણ ભરે છે. તેમના ઘર નજીક સરકારી દવાખાનું આવેલ છે આ દવાખાનાની કેમ્પસ બહાર લક્ષ્મણભાઈનું ઘર હોવા છતાં કપરાડાના સર્કલ અધિકારી અમિત સોંલકી દ્વારા પરિવારને ધમકી આપવામાં આવી હતી.કે જો તમે ઝડપથી તમારું ઘર ખાલી ન કરો તો જીસીબી લાવીને તમારું ઘર ઉખેડી નાખીશ. આ પ્રકારની જે અધિકારી દાદાગીરી કરી હતી. હવે એ બિચારા ગરીબ પરિવારને રંજાડીને ઘર તોડી પાડવામાં આવ્યું. હવે પરિવાર નિરાધાર બન્યું છે.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ કપરાડાના પ્રમુખ જયેન્દ્ર ગાંવિત જણાવ્યું કે આદિવાસી સમાજ ક્યારેય માફ નહિ કરી અને હવે આ પરિવારને ન્યાય મળે ત્યાં સુધી આદિવાસી સમાજ આ પરિવારને પડખે રેહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here