કપરાડાનાં ગિરનારા ગામે આદિવાસી પરિવાર બેઘર બનાવવા સ્થાનિક અને તાલુકાના આગેવાનો ફક્ત લોકોની સામે હિરોગીરી
- કહેવાતા આપણા આદિવાસી સમાજના સમાજ સેવકો પોતાની રાજનીતિ કરી ખુરશીઓ મેળવીને લાખ્ખો રૂપિયા ની મિલકત બનાવી છે. એવા આપણી નજીકના આપણે જોઈએ છીએ એવા લોકોને આદિવાસી સમાજે ઓળખવામાં આવે એ જરૂરી છે.
3 દિવસથી ગિરનાર ગામનું 8 વ્યક્તિ નું પરિવાર નિરાધાર બન્યું છે. ત્યારે તાલુકા માંથી એવા પરિવારને મદદરૂપ થવા માટે કોઈપણ આગળ આવ્યું નથી.
ગત રોજ કપરાડા મામલતદાર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી ગરીબ પરિવાર નું અહિત ના થાય તેની ખાત્રી આપી હોવાનું જાણવા મળ્યું છે. સરકારનું વહીવટી તંત્ર દ્વારા એવા પરિવારને મદદરૂપ થઇ શકે તો સ્થાનિક આપણા સેવકો કયા છે. ?
મકાન રેવન્યુ સર્કલ કપરાડા દ્વારા રાઉત લક્ષ્મણભાઈ કાકડભાઈને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર પોતાની મરજી મુજબ જી.સી.બી. લાવીને બે ગાળાનું ઘર તોડી પાડવામાં ગામનાજ લોકોનો સહકાર આપ્યો હોવાનું પણ લોકો અને કેટલાક ગ્રામજનોએ જણાવ્યું છે.
ગિરનાર ગામે એવા ઘણા પરિવાર છે કે વર્ષોથી બાપ દાદાથી સરકારી શીર પડતર જમીન રહે છે.પેસા એકટ ગ્રામ સભા સર્વોપરિ છે. તો પછી બંધારણીય હક્કો નું શું ?
ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકામાં વિકાસ નામે કરોડો અબજોની ગ્રાટ હમણાં સુધીમાં મળેલી છે.જે મતદારો દ્વારા મત આપીને ખુરશી આપી એવા બની ગયેલા કોન્ટ્રાકટર રાજકીય હમણા ચૂંટાયેલા પ્રજાના સેવકો મદદરૂપ થવા આગળ આવિયા નથી એ આદિવાસી માટે દુઃખદ બાબતો કહેવાય છે. હાલમાં સરકાર સ્વનિર્ભર આત્મ નિર્ભર બનવાની વાતો કરી છે એટલી એવો અર્થ થઈ શકે કે કોઈપણ પ્રકારની કોઈ પરિવારમાં મુશ્કેલીઓ સામનો કરી લેવાનો.
કપરાડા તાલુકામાં ગિરનાર ગામની જે ઘટના બની છે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા થઈ રહી છે. વીડિયો વાયરલ કોમેન્ટ ચલાવી રહ્યા છે. મદદરૂપ થવા માટે એક પણ રૂપિયા ની જાહેરાત કરવામાં આવી નથી શરમ જનક બાબત છે.
કપરાડા મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર અને ફરિયાદો કેટલીક વ્યક્તિ ઓ મીડિયા અને સોશિયલ મીડિય પોતાની જાતને વાહ વાહ કરવા માટે આવિયા પણ એવા પરિવાર માટે મદદરૂપ થવા માટે ની ચર્ચાઓની વાત થતા ગલી શોધી પલાયન થઈ ગયા ફક્ત લોકોની સામે હીરો ગીરી રાજકીય દેખાવ માટે હાજર રહ્યા હતા.હિરોગીરી રાજનીતિ આદિવાસી સમાજના નામે કરવી હવે સમાજ માં લોકો જાગી ગયા છે.