કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં ઘર તોડવામાં આવ્યુ વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે પરિવારની મુલાકાત લીધી

0
240

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે ત્રણ દિવસ અગાઉ એક ગરીબ પરિવારનું સરકારી તંત્ર દ્વારા ઘર તોડવામાંમાં આવ્યુ હતુ તેની મુલાકાતે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત ભાઈ પટેલ ગિરનારા ગામ ખાતે પરિવારની મુલાકાત લીધી હતી

કપરાડાનાં ગિરનારા ગામે ધારાસભ્ય અનંતભાઈ પટેલ ધરમપુર અપક્ષ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ આદિવાસી એકતા પરિસદ કમલેશ પટેલ એડવોકેટ ધીરજભાઈ પટેલ , કપરાડા આદિવાસી નેતા જ્યેન્દ્ર ગાંવિત મધુભાઈ સરનાયક કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

કપરાડા તાલુકા ના ગિરનારા ગામમાં આદિવાસી સમાજના પરિવારનું સરકારી તંત્ર દ્વારા ઘર તોડી પાડવામાં આવ્યું હતું જેના માટે સમાજ ના લોકો એ ચીખલી ખાતે ની મહા રેલી માં સ્વૈચ્છિક (44,000/- ચુમ્માલીસ હજાર રૂપિયા) કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં આપણા આદિવાસી સમાજ ના ભાઈ નું ઘર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું ત્યાં આદિવાસી સમાજ ના યોદ્ધાઓ સાથે મુલાકાત કરી અને ગઈ કાલે જે પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ ના વિરુદ્ધ માં ચીખલી ખાતે રેલીનું આયોજન કર્યું હતું

ત્યાં સમાજ ના લોકો દ્વારા 44,000/- હજાર રૂપિયા આજે વાંસદા અને ચીખલી ના આદીવાસી ધારાસભ્યશ્રી અંનત પટેલ અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યા.અને સમસ્ત આદિવાસી સમાંજ દ્વારા એજ સ્થળે ફરી ઘર બનવવા નું નક્કી કરવામાં આવ્યું અને જયેન્દ્ર યેન્દ્ર ભાઈ સરપંચશ્રી દ્વારા એક ગાડી રેતી નાખી આપવાની તૈયારી બતાવી

2 મેં 2022 નાં કપરાડા ,ભેગા થઇ મામલતદાર કચેરી એ મોટી સંખ્યામાં ભેગા થઇ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ગિરનારા ગામના ડેપ્યુટી સરપંચ રમણભાઈ અને આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ,ડૉ.નિરવભાઈ ચિંતુંબા નો છાંયડો હોસ્પિટલ ખેરગામ ના સંચાલક, મિતેશભાઈ ઉંમરગામ કિરણભાઈ પટેલ કાકડકુવા અને એમના સાથી મિત્રો,વિજયભાઈ કતારકર રૂમલા,ધીરજભાઈ નગરિયા,અનિલભાઈ પટેલ,સુરેશ પટેલ નગારીયા, દેવુંભાઈ મોહના કાઉકાઉચાળી સરપંચ દેવરામ ભાઈ ઘાટાળ, સ્થાનિક કપરાડા બિસ્તુભાઈ સુથારપાડા, માહાદુ ભાઈ સરનાયક, અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા,

કપરાડા તાલુકાના લોકોને માટે શરમ જનક બાબત કહેવાય અન્ય વિસ્તારોમાંથી મુલાકાત અને મદદરૂપ થાય તો શું કપરાડા તાલુકા કોઈપણ સામાજિક કાર્યકર કે આગેવાનો નેતાઓ નથી ?

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here