ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી

0
206

જીએનએ અમદાવાદ : રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી છે જેમાં, ભારતીય ભૂમિસેના, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક દળ, સીમા સુરક્ષા દળ તેમજ ગુજરાત રાજ્ય સુરક્ષા ઘટકો જેમકે ગુજરાત રાજ્ય પોલીસ, સમુદ્રી પોલીસ અને મત્યપાલન વિભાગ સહિતના સામેલ કરવામાં આવ્યા હતા. આ કવાયત 19 થી 22 નવેમ્બર 2021 દરમિયાન કચ્છ દ્વીપકલ્પના ક્રીક સેક્ટરમાં યોજવામાં આવી હતી.

આ કવાયતમાં એકીકૃત રીતે એક સાથે તમામ ત્રણેય પરિમાણમાં દળો દ્વારા સૈનિકો અને દાવપેચ ઉમેરવાનું સામેલ હતું. બહુક્ષેત્રીય માહોલમાં પ્રતિભાવ વ્યવસ્થાતંત્ર સામેલ કરવા માટે સમકાલિન ટેકનોલોજી સમાવીને વ્યાપક સંકલન, વાસ્તવિક સમયમાં સંદેશાવ્યવહાર અને ઉભરી રહેલા બહુ-પરિમાણી જોખમોમાંથી બહાર આવવા માટે પરિચાલન ડેટાના આદાનપ્રદાનની પણ સહભાગીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને તેમાં વધુ સામર્થ્ય મેળવવામાં આવ્યું હતું.

સહભાગી એજન્સીઓના વરિષ્ઠ હોદ્દેદારો આ કવાયતના સાક્ષી બન્યા હતા. બહુવિધ દળોના સૈનિકોને સમાવતા મજબૂત સેન્ટ્રલ ઓપરેશન રૂમ (COR) હેઠળ કાર્યરત પ્રતિભાવ વ્યવસ્થાતંત્રમાં ફિલ્ડ તાલીમની કવાયત યોજવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આ કવાયતમાં સ્પષ્ટપણે એકીકૃતતા અને સંકલન પ્રાપ્ત થયા હોવાનું જોવા મળ્યું હતું અને વરિષ્ઠ અધિકારીઓએ તેની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here