વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમા ગામમાં આવનાર પાવર પ્રોજેકટ નો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. ગોઈમા ગામના જે. કે.પટેલ સહિત માજી સરપંચ અગ્રણી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
વલસાડના પારડી માં આદિવાસી સમાજનું આ મુદ્દે હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શન હતું.. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વસંત પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ અને આદીવાસી સમાજના મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ બારકુભાઈ સંઘર્ષ સમિતિ પ્રમુખ ધીરજ પટેલ, કાકડકુવા ગામના કિરણ પટેલ, અંકિત પટેલ મોટી સંખ્યામ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
સરૂઆત માં આ મુદ્દે નેશનલ હાઈવે પારડી ચાર રસ્તા પર આદિવાસી સમાજ ની આ પ્રોજેક્ટ ના વિરોધમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય કોંગ્રેસી અને આદીવાસી સમાજના અગ્રણીઓએ સભાને સંબોધી હતી.. અને રોષપૂર્વક પાવર સ્ટેશન નો વિરોધ કર્યો હતો.. અને કોઈપણ ભોગે કોઈ પાવર સ્ટેશન સરું નહીં કરવા દઈએ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.. તેમ છતાં પણ જો પાવર સ્ટેશન લાવવા ના પ્રયાસો કરવામાં આવશે તો.. આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે..તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સરકાર દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના પ્રયાસ નહીં કરવામાં આવે તો.. આગામી સમયમાં આદિવાસી સમાજ આ મુદ્દે ગોઈમા થી ગાંધીનગર સુધી કૂચ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી..
વલસાડ જિલ્લાના મોજે ગોઇમા ગામે ખેતીની જમીનમાં વાપી નોર્થ લખીમપુર ટ્રાન્સમીશન લિ. કંમ્પની દ્રારા પાવર પ્રોજેકટ સબ સ્ટેશન સ્થાપવા સામે વાંધા વિરોધ ગ્રામ્ય વિસ્તારની ભૌગોલિક સ્થિતિ મુજબ ખેતીવાડીના વિકાસના કારણે વલસાડ જિલ્લાને ગ્રીનબેલ્ટ ઝોનનો દરજજો મળેલ છે.જિલ્લાના થોડાક વિસ્તારને બાદ કરતાં બારેમાસ એકથી અનેક પાકો પાકો લઇ શકાય તેવી પ્રાકૃતિક સગવડો-નદી નાળા તળાવો કોતરો જેવા કુદરતી સ્ત્રોત આવેલા છે. સાથે સાથે દમણગંગા જળાશય યોજના ધ્વારા સિંચાઇની નહેરો ધરાઉવતો વિસ્તાર છે. જેના કારણે વલસાડ જિલ્લાના લગભગ % ગામડાઓમાં ચીકુ, આબાની વાડી બાગાયતી ખેતીનો વિકાસ થયો છે. તેવા વિસ્તારમાં ખેતીવાડી તથા પર્યાવરણને નુકશાન કરનાર પ્રર્વત્તિના મંડાણથી વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી તથા જાહેર હિતને ગંભીર નુકશાન થાય તેમ છે. અને એટલા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર હિતને અસર કરતી પ્રવૃતિ સામે અમારો વાંધો વિરોધ છે.પારડી તાલુકાના ગોઇમા ગામે બાગાયતી ખેતીનો નાશ કરી શરૂ થનાર પાવર
પ્રોજેકટનો વાંધો વિરોધ પ્રોજેકટથી ગોઇમા તથા ગોઇમાને લાગુ ગામોને પૈસાથી પણન ભરપાઇ કરી શકાય તેટલું નુકશાન પ્રોજેકટ ગોઇમા ગામની નાગધી ફળિયા માં બાગાયતી ખેતીની લાગુમાં મોટા પ્રમાણમાં આદીવાસી ખેત મજુરોની વસાહત છે. પ્રોજેકટ થી બાગાયતી ખેતી અન્ય ખેતપેદાશો તથા માનવ આરોગ્ય પર્યાવરણ જાહેર હિત તથા આર્થિક રીતે ગંભીર નુકશાન માટે પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે