ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન AAP અને BTP કરશે.
દિલ્હીના મુખ્યપ્રધાન તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે 1 મેંના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે પોતાના ગુજરાત પ્રવાસ પહેલા મોટો ધડાકો કર્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાત મુલાકાત પહેલા કેજરીવાલે આવતા સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ભંગ થવાના અણસાર આપ્યા. કેજરીવાલે કહ્યું કે ભાજપ આવતા અઠવાડિયાએ વિધાનસભા ભંગ કરીને ચૂંટણીનું એલાન કરવા જઈ રહી છે.
ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે?
ગુજરાતના રાજકારણમાં આજકાલ આ પ્રશ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે.
આ ઉપરાંત 28 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રહ્સ્ત્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું કામ ચૂંટણી પંચ જુએ છે, પણ જ્યાં સુધી વહેલી ચૂંટણી યોજવાની વાત થઇ રહી છે, તે વિષે ભારતીય જનતા પાર્ટીએ એવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી.
એક બાજુ સત્તાધારી પક્ષના મોટા નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલા નહીં પણ સમયસર જ યોજાશે, તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલે કરેલા દાવાથી ચર્ચાનું વંટોળ ઉભું થયું છે.
ચૂંટણી પહેલા AAP-BTPની ગઠબંધનની જાહેરાત
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. AAP અને BTP પાર્ટી એક થશે. આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરશે. ભૂતકાળમાં આદિવાસી સમાજ સાથે સરકારે જે અન્યાય કર્યો છે. ગરીબોને ના સારી સરકારી શાળા ના તો બે સમયનું જમવાનું નસીબ થયું છે.ગામડામાં આદિવાસીઓ ઘર છોડી રહ્યા છે. AAP અને BTP સાથે મળીને બીજેપી સામે લડશે.
મહેશ વસાવાએ કહ્યું, આજે ખાસ અહી હાજર થયા છે . આજથી નવી શરૂવાત થવા જઈ રહી છે. છોટુ વસાવાએ ગરીબો અને આદિવાસીઓ માટે મોટી લડત આપી છે. ભૂતકાળની તમાંમ સરકારોએ આદિવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. AAP અને BTP વચ્ચે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ભરૂચના ચંદેલિયા ખાતે છોટુ વસાવા સાથે કેજરીવાલ બેઠક કરશે. ચંદેલિયાના વાઇટ હાઉસ ખાતે 1 મે ના રોજ બેઠક કરશે. ત્યાર બાદ આદિવાસી સંમેલન AAP અને BTP કરશે.