ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં મીડિયાની લાઇમાલાઇટ બની ગયા છે. તેમને લઈને એ વાત પર ચર્ચાઓ થઇ રહી હતી કે તે જલદી જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ સાથે જઈ રહ્યા નથી. આ બધા વિષયો પર ચર્ચા કરતા એક ટી.વી. ચેનલ સાથે વાત કરી રહેલા પ્રશાંત કિશોરને એંકરે સવાલ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ વારસદાર કોણ હશે?
તેમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે હું નામ તો નહીં કહું પરંતુ ઇતિહાસના હિસાબે જોઈએ તો કોઈ પણ સમજદાર વ્યક્તિને નજરે પડશે. પહેલા અડવાણી અને વાજપેયી જીનો સાથ હતો અને ત્યારબાદ વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથે આવ્યા ત્યારબાદ નરેન્દ્ર મોદી અને અને અમિત શાહ આવ્યા. પોતાની વાતો આગળ વધારતા તેમણે કહ્યું કે સ્પષ્ટ રીતે આગળ બધુ નજરે પડતું જઈ રહ્યું છે. તમે કોઈ એક વ્યક્તિનું નામ નહીં બતાવી શકો પરંતુ આવનાર લોકોનો અંદાજો તમે લગાવી શકો છો.
કોંગ્રેસના મુદ્દા પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં પ્રશાંત કિશોર દ્વારા કહેવામાં આવ્યું કે સૌથી પહેલા તેમણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. પોતાના પ્રેઝન્ટેશનના વિષય પર વાત કરતા તેમણે કહ્યું કે તેમાં એ વાત પર ભાર આપવામાં આવ્યો છે કે તમે ભારતને કઈ રીતે જીતી શકો છો. આ દરમિયાન એંકરે પ્રશાંત કિશોરને સવાલ કર્યો કે ભાજપને કાઉન્ટર કરવા માટે રાહુલ ગાંધી જનોઇધારી બ્રાહ્મણ બની રહ્યા છે? આ સવાલના જવાબમાં પ્રશાંત કિશોર કહ્યું કે મારું પ્રેઝન્ટેશન આ વાત પર ભાર આપી રહ્યું નથી કે ભાજપને કઈ રીતે હરાવીશું.
જ્યારે અન્ય એક એંકરે તેમને પૂછ્યું કે જો તમે નેતા પણ ન બની શક્યા તો તમે શું કરશો? પ્રશાંત કિશોરે હસતા કહ્યું ઘરે બેસીશું. જો તમે કંઈક પ્રયાસ કરો છો અને થઈ શકતું નથી તો પછી તમે કંઈક વિચારો છો. આ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસના દરવાજા તમારા માટે અત્યારે પણ ખુલ્લા છે તો તેમણે કહ્યું કે તેઓ મારાથી મોટા છે જો તેઓ બોલાવશે તો વાત કરીશું. તેની સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને પૂછવામાં આવેલા સવાલ પર તેમને કહ્યું એ કોંગ્રેસના લીડરશિપમાં આ બંનેને જ મારા પ્રેઝન્ટેશનમાં રાખવામાં આવ્યા નહોતા.