હાર્દિક પટેલ મુખ્યમંત્રી બને તો પણ મને કોઈ વાંધો નથી. આનંદ એ થશે કે કોઈ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યું છે તેમ ભરતસિંહે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એટલા માટે છે કેમ કે, એક પછી એક નેતાઓ છોડીને BJPમાં જોડાઈ રહ્યા છે. બીજી બાજુ હાર્દિક પટેલ નારાજ છે ત્યારે નરેશ પટેલે કોંગ્રેસમાં આવશે કે નહીં તેનેલઈને પણ હજુ સુધી સસ્પેન્સ બરકરાર છે. ત્યારે આ તમામ સવાલો વચ્ચે ભરતસિંહે નરેશ પટેલને કોંગ્રેસમાં આવકાર્યા હતા અને હાર્દિક પટેલે મામલે કહ્યું હતુ કે, હાર્દિક પટેલ CM બને તો પણ મને વાંધો નથી.
ખાસ કરીને આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, પાર્ટીમાં નરેશ પટેલ જેવા સારા માણસની જરૂર છે, કોંગ્રેસ પાર્ટી માટે સારા વ્યક્તિની જરૂર છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાથી સારું છે જ પરંતુ તેમના જેવા સારા માણસો રાજકારણમાં જોડાય તે મહત્વનું છે તેમ ભરતસિંહ સોલંકીએ તેમનું નિવેદન આપ્યું હતું.
આ સાથે સાથે નરેશ પટેલ બાદ હાર્દિક પટેલની નારાજગીને લઈને ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ માટે કંઈ પણ કહેવા સમર્થ નથી, હું કોઈ વ્યક્તિ માટે કોમેન્ટ ના આપી શકું. હાર્દિક પટેલ મુખ્યમંત્રી બને તો પણ મને કોઈ વાંધો નથી. આનંદ એ થશે કે કોઈ કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી બન્યું છે તેમ ભરતસિંહે જણાવ્યું હતું.