બોક્સ ઓફિસ પર KGF 2નું રાજ, 350 કરોડની ક્લબમાં એન્ટ્રી, વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કરનારી ચોથી ફિલ્મ બની

0
177
બોક્સ ઓફિસ પર KGF 2નું રાજ, 350 કરોડની ક્લબમાં એન્ટ્રી, વિશ્વભરમાં 1000 કરોડની કમાણી કરનારી ચોથી ફિલ્મ બની

આ ફિલમને કન્નડ, હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુમાં ડબ કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2022, શનિવાર

એક બાજુ જ્યાં બોક્સ એફિસ પર ફિલ્મો માટે 20-30 કરોડ કમાવવા મુશ્કેલ થઈ રહ્યું છે તો બીજી તરફ સાઉથ સુપર સ્ટાર સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મ KGF 2 નોનસ્ટોપ કમાણી કરીને બધા રેકોર્ડ તોડી રહી છે.

આટલું જ નહીં KGF 2એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1000 કરોડનું કલેક્શન ક્રોસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વભરમાં 1000 કરોડ અને હિન્દી ભાષામાં 350 કરોડનું કલેક્શન કરીને KGF 2એ ફરી એક વખત પોતાનો જલવો બતાવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે KGF 2ના હિન્દી વર્ઝનની કમાણીનો આંકડો શેર કર્યો છે.

KGF 2 એ કરી 350 કરોડની કમાણી

રનવે 34 અને હીરોપંતી 2 યશની ફિલ્મને કોઈ નુકસાન નથી પહોંચાડી શકી. કમાલની વાત એ છે કે, ત્રીજા વીકમાં પણ KGF 2ને લઈને શાનદાર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું કલેક્શન વીકેન્ડમાં વધી શકે છે. યશની ફિલ્મને ઈદ હોલિડેનો ફાયદો થશે. ત્રીજા અઠવાડિયામાં શુક્રવાર સુધી ફિલ્મે 353.6 કરોડ (હિન્દી વર્ઝન)નું ભારતમાં કલેક્શન કર્યું છે.

હવે વાત કરીએ ફિલ્મના વર્લ્ડવાઈડ બિઝનેસની. KGF 2 ફેમ એક્ટર રોકી ભાઈ બોક્સ ઓફિસ પર Monster સાબિત થયા છે. KGF 2એ વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર 1000 કરોડ ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આની સાથે જ તે દંગલ, બાહુબલી 2 અને RRR બાદ 1000 કરોડ ક્લબમાં સામેલ થનારી ચોથી ફિલ્મ બની ગઈ છે.

KGF 2 પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત અને રવીના ટંડન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલમને કન્નડ, હિન્દી, મલયાલમ, તમિલ અને તેલુગુમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મના પ્રથમ ભાગને પણ ખૂબ જ વાહવાહી મળી હતી. ચાહકો હવે KGF 3ની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here