હવે ચૂંટણીના વર્ષમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગિરનારા ગામમાં આદિવાસી પરિવારના તોડી પાડવામાં આવેલા મકાન નો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ મુદ્દે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.. તો આવનાર સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેમ લાગી રહ્યું છે…
સમસ્ત આદિવાસી સમાજ સાથે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ ધરમપુર આદિવાસી નેતાઓ કલ્પેશ પટેલ જ્યેન્દ્ર ગાંવિત વસંત પટેલ માધુ સરનાયક આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ,અંકિતભાઈ કાકડકુવા ,નડગધરી સરપંચ દિનેશભાઇપટેલ, સંઘર્ષ સમિતિ પ્રમુખ બારકુંભાઈ,સંઘર્ષ સમિતિ ના દેવરામ ભાઈ ઘાટાળ,ધીરજ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી બેન પટેલ, ધીરુ ઠાકરે , બચુભાઇ ભગરીયા મોટી તંબાડી ગોવિંદભાઈ પટેલ કપરાડા અગ્રણી આગેવા બિસ્તુ ભાઈ, સરપંચો ઓ તાલુકા પંચાયત સદસ્યો અને કપરાડાના વાપી ઉમરગામ અને અનેક જગ્યા એથી આવેલ આદિવાસી સમાજ ના હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
કપરાડા તાલુકા ખાતે આદિવાસી સમાજ ના ભાઈ નું ઘર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ માં સેના ચા ટોપલા અમિત સોલંકી કોઠ ડપલા ના સૂત્ર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
અને ત્યાં આદિવાસી સમાજ શાન એવી પાઘડી ફરાવવા માં આવી તો 10,830/-રૂપિયા ભેગા થયા તે પાઘડી વાળા ધારાસભ્ય અનંત ભાઈ પટેલ ના હસ્તે લક્ષ્મણભાઈ ને આપવામાં આવ્યા
અને ગ્રામપંચાયત ના ચૂંટાયેલા 7 સભ્ય ઓ એ ગીરનારા ગામ ના સરપંસ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકવામાં આવી આદિવાસી સમાજ ની પાધડી પર હાથ નાખશો તો પાઘડી વાળા ઈટ નો જવાબ પથ્થર થી આપશે અને આવા જે અધિકારી ઓ તંત્રની નાસૂચન ના ઉપર વટ જય ને કામગીરી કરે છે જેના માટે કપરાડા મામલતદાર દ્વારા પણ ઉપલા અધિકરીને કાર્યવાહી કરવા માટે નો લેટર લખી દીધો તે બદલ મામલતદાર નો આદિવાસી સમાજ વાતી આભાર માનીએ છે અને સાથે એ પણ કહીએ છીએ કે આદિવાસી સમાજ ને ખોટી રીતે હેરાન કરશે છે ઉમરગામ થઈ અંબાજી સુધીના આદિવાસી ઓ એકજુથ થઈ ને અવાજ ઉઠાવીશુ
વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકાના ગિરનારા ગામે થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવાર નું મકાન તોડી પાડવામાં આવ્યું હતું ..સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન બનાવવામાં આવ્યું હોવાનું બહાનું ધરી અને કપરાડા સર્કલ અધિકારી એ મકાન તોડી પાડતાં સમગ્ર આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો હતો.. આજે આ મુદ્દે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ કપરાડામાં હલ્લા બોલ કર્યું હતું .કપરાડા માં એક જાહેરસભા સંબોધ્યા બાદ રેલી યોજાઇ હતી .આ હલ્લાબોલ માં વલસાડ જિલ્લાના આદિવાસી અને કોંગ્રેસ અગ્રણીઓ અને પીડિત પરિવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા
મામલતદારને આવેદનપત્ર આપી આદિવાસી પરિવાર નું મકાન તોડી પાડનાર સર્કલ અમિત સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી..
જો સર્કલ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી નહી કરવામાં આવે તો થોડા દિવસ બાદ ફરી એક વખત આદિવાસી સમાજ આ મુદ્દે કપરાડામાં ઉગ્ર આંદોલન કરશે એવી પણ ચિમકી અનંત પટેલ અને આદિવાસી સમાજ એ ઉચ્ચારી હતી આથી હવે ચૂંટણીના વર્ષમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગિરનારા ગામમાં આદિવાસી પરિવારના તોડી પાડવામાં આવેલા મકાન નો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ મુદ્દે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.. તો આવનાર સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેમ લાગી રહ્યું છે…