સમભાવ સત્સંગ પરિવાર આયોજીત સમૂહ લગ્નમહોત્સવ સમાજના 31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

0
225

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે સાંઈ ધામ ગાર્ડન આદિવાસી ક્ષેત્રમાં સમભાવ સત્સંગ પરિવાર શરદભાઈ વ્યાસ પ્રેરિત આયોજીત સમૂહ લગ્નમહોત્સવ 31દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડિયા હતા.

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી 8 મો સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સમૂહ લગ્નમાં શરદભાઈ વ્યાસ અને આમંત્રિત મહેમાનો વરરાજા ઓ સાથે વરઘોડામાં જોડાય હતા. વરરાજા ઓને સાઈ બાબા ના દર્શન કરી લગ્નના મડંપ પહોંચ્યા બાદ લગ્નની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી. કન્યાઓને પણ લગ્નના મંડપ પ્રસ્થાન કરાવ્યું હતું.

આજે સમૂહ લગ્નમાં એક જોડું વરરાજા અંધ લગ્નમાં જોતા અનેક લોકોની આંખો ભીની થઇ હતી. શરદભાઈ વ્યાસ દ્વારા 11000 રૂપિયા આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.

આ મોંઘવારી ના સમયમાં લગ્નના લાયક દિકરીઓને પરણાવવા માટે તેના માતા-પિતાને આર્થીક સમસ્યાઓ ખુબજ મોટી સમસ્યા હોય છે. સમસ્યાને ધ્યાનમાં રાખી પૂ. શરદભાઈ વ્યાસ દ્વારા પ્રતિવર્ષ પ૧ દિકરીઓને સન્માનભેર પરણાવવાનું તથા ઘર વખરીનો સામાન વસ્ત્રો – કરીયાવર રૂપે આપવામાં આવે છે – આ સમુહ લગ્નની પરંપરામાં 31દિકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું.

શરદભાઈ વ્યાસ દ્વારા સમભાવ સત્સંગ પરિવારના માધ્યમથી આઠમા સમુહ લગ્નનું આયોજન તા. ૩ મે ૨૦૨૨ ના રોજ અખાત્રીજ ના પવિત્ર દિવસે ભવ્યતા થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .

શરદભાઈ વ્યાસ દ્વારા નવદંપતિને આશીર્વાદ
અને સત્કાર્યમાં સહભાગીઓ આભાર માન્યો હતો. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્નમાન કરવામાં આવ્યું હતું મોઘવારીના સમયમાં ખાસ કરીને મોટા લગ્નમાં થતા મોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ સમાન બની જાય છે. ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય અને ગરીબ પરિવારો પણ પોતાના દીકરા દીકરીને ઉલ્લાસ સાથે લગ્ન કરાવી શકે . આશિષ વ્યાસ દ્વારા સમૂહ લગ્ન માટે દિવસોથી ભારે જહેમત કરી સફળતા પૂર્વક આયોજન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે સમુહ લગ્ન માટે સ્થાનિક ફંડ ફાળો કરવામાં આવતો નથી. કન્યાદાનની વસ્તુઓ સ્ટીલ કબાટ મંગળસુત્ર ચાંદીનું પાનેતર સાડી સ્ટીલ બેડુ થાળી, વાટકી,ગ્લાસ દિવાલ ઘડિયાળ-કાંડા ઘડીયાલ વરરાજા માટે-સફારીસુટ અને ઘડિયાળ આ સમુહ લગ્નનો તમામ ખર્ચ પૂ. શરદભાઈ વ્યાસના ભકતો અને સ્નેહીઓ દ્વારા કરવામાં આવિયો હતો.

સમુહ લગ્નમાં મુંબઈ અને ગુજરાત માંથી અનેક મહાનુભવો રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડા આદિવાસી નેતા જ્યેન્દ્ર ગાંવિત લગ્ન મહોત્સવમાં ચૈતન્ય આનંદી ભગવતી માતાજી,હર્ષિતાબેન, દિનેશભાઈ ઝાલા, રાજેશભાઈ- મુબઇ,ભામાશાહ, કનુભાઈ, જિગનેશભાઇ ઠકકર,ડૉ.કિરણભાઈ, સ્વીટીબેન ભાવેશભાઇ, પ્રદિપભાઇ,કાલુભાઈ બિલ્ડર,
જયોત્સનાબેન દેસાઈ પ્રમુખ નગરપાલિકા ધરમપુર
ઉપસ્થિત રહી નવદંપતિઓને આશિર્વાદ સાથે શુભેચ્છાઓપાઠવી હતી. મહોત્સવનું સુચારુ અને સફળ સંયોજન ,આયોજન પૂ.આશિષભાઈ વ્યાસે કર્યું જયારે આભારવિધિ પ્રકાશભાઇ પટેલે આટોપી મહોત્સવને સફળતા આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here