વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે રોડની બંને બાજુ ગેરકાયદેસર હોર્ડિંગ તંત્રની લાપરવાહી

0
200

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી નેશનલ હાઈવે પારડી થી નાસિક નંબર 848 અને વાપી થી મોડાસા નંબર પસાર થાય છે જેમાં વહીવટી ની લાપરવાહી થી અનેક અકસ્માત થાય છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વન વિભાગ વનીકરણ વિભાગ દ્વારા જે વૃક્ષો રોપવામાં આવે છે એના કોઈપણ પ્રકારના નિયમો નથી અનેક જોખમી વૃક્ષો છે. રોડ પડવાની અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નેશનલ હાઈવે પર ગમે ત્યાં પોલ નાખવામાં આવિયા છે. વન વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે કોઈપણ પ્રકારના સંકલન નથી હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ જિલ્લાના પારડી થી કપરાડા અને વાપી થી ધરમપુર હોર્ડિંગ સ્થાનિક નેતાઓના શુભેચ્છા સંદેશો આપતો હોર્ડિંગ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. કાર્યક્રમ પછી પણ કાયમના રહે તૂટી ફાટી ગયા હોય તો પણ ઉતારવામાં આવતા નથી.

ગેરકાયદેસર હોર્ડિંગ લગાવીને દુકાનદારો, વેપારીઓ, ક્લાસીસ સંચાલકો મફતમાં જાહેરાતો કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર હોર્ડિંગ પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.

વન વિભાગના સામાજીક વની કરણ વિભાગ વૃક્ષો જે પણ બોર્ડ કે હોર્ડિંગ છે વૃક્ષો ને નુકશાન પહોંચાડે એની સામે યોગ્ય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે ? દક્ષિણ ગુજરાત વીજ કંપની ના પોલ પર ગેરકાયદેસર હોર્ડિંગમાં કેટલાકની સાઈઝના છે. જે જગ્યાએ ગેરકાયદે આવા હોર્ડિંગ લગાવવામા આવ્યા તેને હટાવવામાં આવશે. ?

હોર્ડિંગ-બેનર્સ વેપારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેશનલ હાઈવે ના દબાણ છે તંત્ર દ્વારા કોઈપણ મૌખિત ચેતવણી આપવામાં આવી નથી.જે થકી વેપારીઓ પોતાની મન માની થકી હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવે છે.

દ.ગુ.વી.કં ના પોલ જાહેરાત બોર્ડ હોડિંગ ઉતારવા ઉપરથી નોટિસ આપવામાં આવી છે જેથી જે વ્યક્તિ બોર્ડ લગાવ્યા છે એને નોટિસ આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે – જયેશ પટેલ ડેપ્યુટી ઈજનેર નાનાપોઢા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here