રાષ્ટ્રીય સેવા યોજના, સરકારી વિનયન કોલેજ, કપરાડા તેમજ મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, કપરાડાની કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાન નોંધણી કેમ્પનું તા.23/11/2021 ના રોજ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત અને સૂત્રસંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી સંદિપભાઈ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં સંદિપભાઈ ટંડેલે કાર્યક્રમની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરતા, પધારેલા મહેમાન અધિકારીશ્રીઓનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું. ત્યારબાદ કપરાડા તાલુકાના મામલતદાર, શ્રી યોગેન્દ્ર રાણા સાહેબ દ્વારા મતદાર કાર્ડનું મહત્વ, મતદાર હોવાના ફાયદા, નોંધણી અંગેની વેબસાઈટ વિષે વિગતે માહિતી આપવામાં આવી. તેમજ ફોર્મ નંબર 6, 7, 8 અને 8ક વિષેની વિગતે ચર્ચા તેમજ કયા સંજોગોમાં કયું ફોર્મ ભરવામાં આવે તે વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કપરાડાના નાયબ મામલતદાર ગૌરવભાઈ ગઢવી દ્વારા પણ વોટર હેલ્પલાઈન એપ તેમજ વોટર આઈડી કાર્ડનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતી જાહેર કરવામાં આવી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિવારના તમામ શૈક્ષણિક-બીનશૈક્ષણિક કર્મચારીઓ સહિત કુલ 78 વિદ્યાર્થીઓએ પોતાની હાજરી નોંધાવી. જેમાં 45 વિદ્યાર્થીઓએ મતદાર તરીકે નોંધણી કરાવેલ.