આખરે સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને થયો હતો અને લોકો દ્વારા આ કેસમાં દોષિત ફેનિલને ફાંસી પર લટકાવી દેવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હતી. નોંધનીય છે કે સુરતની ઘટના પછી ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેથી આરોપીને કડક સજા કરીને દાખલો બેસાડવા માટેની રજૂઆતો કરાઈ હતી.
સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 12 ફેબ્રુઆરીના દિવસે પાસોદરામાં ગ્રીષ્માને તેની સોસાયટીના બહાર પાડોશીઓ અને લોકોની હાજરીમાં ચાકુ ગળા પર ફેરવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ અને કાકા પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો. 302ની કલમ હેઠળ ફેનિલ સામે ડે-ટુ-ડે સુનાવણી ચાલી હતી, અને 21 એપ્રિલના રોજ ફેનિલને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અગાઉ ફેનિલની સજાની સુનાવણીની તારીખો પડી હતી પરંતુ કેટલાક કારણોથી તેની સજાનું એલાન અટકી ગયું હતું.
એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે ઘટના એટલી ક્રૂર હતી કે લોકો દ્વારા આ કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી.
આ કેસ ડે-ટુ-ડે ચલાવવામાં આવ્યો હતો જેમાં લગભગ 70 દિવસ સુધી તેની ટ્રાયલ ચાલી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ફેનિલને ફાંસી સજા થાય તેવી માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ કેસમાં બનાવ સમયનો વિડીયો અને મોટી સંખ્યામાં હાજર લોકો મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટ દ્વારા વિડીયોની ખરાઈ પણ કરાવવામાં આવી હતી.
સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીનની વિરૂધ્ધ સ્પીડી ટ્રાયલના અંતે ગઈકાલે દોષી ઠેરવ્યા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલ સાભળી મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે આરોપી વિરુદ્ધ નહીં કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાની સરકારપક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ…7 લાખનુ વળતર ચૂકવવા ભલામણ કરી છે.
કામરેજ- પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થતાં ત્રણ તબક્કે આરોપી વિરુદ્ધનો ચૂકાદો મુલત્વી રહ્યો હતો.ગઈ તા.21મી એપ્રિલના રોજ કોર્ટે
સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ સરકારપક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો