કંડલા મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડીઆરઆઇ અને એટીએસના સંયુક્ત ઓપરેશનથી પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઇન ઝડપ્યું છે.

0
229

ગુજરાતમાંથી પકડાયેલ ડ્રગ્સ: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસ, ડીઆરઆઈ અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો યાન (સૂતળી) મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું.
વાહનમાંથી હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે ‘અલ હજ’ નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. ડીજીપીના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ-એનસીબીનું સંયુક્ત ઓપરેશન હતું.

પીપાવાવ પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, DRI અને ATS ના સયુંકત ઓપરેશનમાં પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઈન ઝડપાયું, પતંગના દોરા ઉપર રંગ ચઢાવાય તેવી રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો: જિલ્લાના પોલીસવડા આશિષ ભાટીયા

પીપાવાવથી પકડાયેલ કન્ટેનર છેલ્લા પાંચ મહિનાથી પોર્ટ પર પડ્યું હતું. જે અફઘાનિસ્તાનથી વાયા દુબઈ થઈને કન્ટેનર પોર્ટ પર આવ્યું હતું, પરતું કસ્ટમ ક્લિયરન્સ ન થયું હોવાથી પડ્યું હતું. તેવામાં ગુજરાત એટીએસને માહિતી મળતા હેરોઇન જથ્થો પકડાયો. જોકે થોડા દિવસ પહેલા કંડલા પોર્ટ પરથી જીપ્સમના કન્ટેનરમાં 205 કિલો હેરોઇન જથ્થો મળી આવ્યો જેની બજાર કિંમત 1439 કરોડ થાય છે. જે કનસાઇન્ટમેન્ટ ઈરાનથી આવ્યું હતું. પરતું ગુજરાતમાં બન્ને કન્ટેનરમાં રહેલું હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે જણાવ્યું કે સુતળીને હેરોઇનમાં ડુબાડીને આ પ્રકારનો જથ્થો તૈયાર કરીને કન્ટેનરમાં મોકલ્યાં હતાં, ATSને જાણકારી મળતાં ATS અને DRI દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 395 કિલો સુતળીનો જથ્થો ઝડપાયો હતો જેમાં 80થી 90 કિલો હેરોઇન છુપાવાયું હતું જે જપ્ત કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન અને ઇરાનથી નજીક હોવાથી ડ્રગ માફિયાઓ દ્વારા તેને પહેલાં ટાર્ગોટ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here