જામનગર ખાતે યોજાયેલ ડાયરામાં રાજકીય રંગ સાથે જોવા મળ્યો નોટોનો વરસાદ

0
191

જીએનએ જામનગર:

જામનગર ખાતે ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અંતરગરત યોજાયેલ ડાયરામાં રાજકીય લોકોના જમાવડા સાથે નોટોનો વરસાદ જોવા મળ્યો..

જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે રાત્રે ડાયરાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવે છે. ગઈ રાત્રે આયોજિત ડાયરામાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકગાયિકા કિંજલ દવે અને નિશા બારોટ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં ગીતોના સુર સાથે રાજકીય જમાવડો પણ જોવા મળ્યો હતો જેમાં મુખ્યત્વે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી વાસણભાઈ આહીર, જયેશભાઈ રાદડિયા, કાંધલ જાડેજા, રમેશ ધડુક સહિત નેતાઓ એકમંચ પર જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા તેમની રાજકીય સફરને લઈ અનેક ચર્ચાઓ જોવા મળી હતી. હાર્દિક પટેલ દારા ઉપસ્થિત નેતાઓ દ્વારા હાથ મિલાવી અભિવાદન કરવામાં આવ્યું હતું તેને જોતા હાર્દિક પટેલ વિશે અનેક પ્રશ્નો ચર્ચાતા જોવા મળ્યા હતા જે ઈશારા ઇશારામાં ઘણું બધું કહી જતું હોવાનું જોવા મળી રહ્યું હતું. હકુભા જાડેજા દ્વારા એક મંચ પર સર્વે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે દારા ગીતોના સુર રેલાતા ઉપસ્થિત લોકો દ્વારા મનમૂકીને તેમના પર ઘોર રૂપે રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો ઉપરાંત આ કાર્યક્રમમાં ખુદ નેતાઓને પણ ઉભા રાખી તેમના પર રૂપિયાની અઢળક નોટોના વરસાદ વરસતો જોવા મળ્યો હતો આ કાર્યક્રમને નિહાળવા શહેર પ્રમુખ ડો વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, દિનેશ ભાંભણીયા, તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ સહિત ભારે સંખ્યમાં લોકો ઉમટ્યા હતા અને આ ડાયરાની મજા માણી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here