વાગરા: ઓરા ગામ નજીકથી ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી..

0
159

વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી એક ઈસમની લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રહેતા સંજયભાઈ ગણપતભાઇ વસાવા આજ રોજ સવારના નવ વાગેથી સાંજના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમય દરમિયાન કામ ધંધા અને નોકરીના ટેન્શનમાં વસ્તી ખંડાલી ગામના ઝાકીર ભાઈના ખેતરમાં આવેલ લીમડાના ઝાડ પર નાઈલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું લીમડાના ઝાડ સાથે લાસ લટકતી જોઈ વાગરા પોલીસને જાણ કરાતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી વાગરા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી

રિપોર્ટર
ભરૂચ
ભરત મિસ્ત્રી
9904740823

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here