- ભાજપ હિંદુ વિરોધી પક્ષ છે: AAP
- હિન્દુત્વના ઠેકેદારો બનેલા ભાજપના લોકોએ બજરંગદાસ બાપાના મંદિરને ટેક્સ ભરવા નોટિસ મોકલી છેઃ AAP
- હિંદુત્વના નામે જનતાને ભોળવી રહેલા ભાજપના લોકોની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છેઃ AAP
- ભાજપ ચૂંટણી ભંડોળ એકત્ર કરતી પાર્ટી બની ગઈ છે: AAP
- મંદિરને ટેક્સની નોટિસ મોકલી અને ખાનગી શાળાનો 50% ટેક્સ માફ કર્યો, તેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે: AAP
હિન્દુત્વના ઠેકેદાર બનીને સત્તાની લાલચે ભાજપે બજરંગદાસ બાપાના નામે મઢુલીને હાઉસ ટેક્સની નોટિસ મોકલી છેઃ AAP
ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાએ મઢુલી વેરો વસૂલવા નોટિસ મોકલી છે અને મઢુલીના માલિક તરીકે બજરંગદાસ બાપાનું નામ લખવામાં આવ્યું છે: AAP
હિંદુત્વના નામે સત્તાના ભૂખ્યા ભાજપનો લોભ ખુલ્લો પડી ગયો છે: AAP
આજે મીડિયા સામે ઈશુદાનભાઈએ કહ્યું કે હું શરૂઆતથી જ કહું છું કે ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. ભાજપ સરકારે અનેક મંદિરો પર બુલડોઝર ચલાવ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ગોગા મહારાજનું મંદિર તોડવામાં આવ્યું હતું અને સુરતમાં રામદેવ પીરનું મંદિર તોડવામાં આવ્યું હતું. અને આજે ભાજપ સંચાલિત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરના બજરંગદાસ બાપુના મંદિરને ₹3030નો વેરો જમા કરાવવા નોટિસ મોકલી છે. ભાજપના નેતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને કોઈ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આજે આખું ગુજરાત બજરંગદાસ બાપુને પૂજે છે, હું પણ તેમની પૂજા કરું છું. અને આ કારણોસર, આમ આદમી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે મઢુલી પર બીજો કોઈ ટેક્સ હોય અથવા આ સિવાય બીજા મંદિર પર કોઈપણ ટેક્સ હોય જે સરકાર ચૂકવી ન શકતી હોય તેને આમ આદમી પાર્ટી ચૂકવવા તૈયાર છે.
અને બીજી તરફ એક ખાનગી શાળા છે, જેનો 50% ટેક્સ માફ કરવામાં આવ્યો છે. ભાજપે ખાનગી શાળાનો વેરો માફ કર્યો અને મંદિરનો વેરો માફ ન કર્યો, તેના કારણે આજે આપણી આસ્થાને ઠેસ પહોંચી છે.
આ સાથે એક આશ્ચર્યજનક ઘટનાનું વર્ણન કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે મેં અખબારમાં વાંચ્યું કે ખાનગી શાળાના માલિકે ભાજપને દાન આપ્યું છે. મતલબ કે ભાજપ ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરતી પાર્ટી છે. અને ભાજપને માત્ર દાનની જ ચિંતા છે, તેને કોઈની આસ્થા સાથે કોઈ લેવાદેવા નથી.
આ પછી ઇસુદાન ગઢવીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે પરમદિવસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે બજરંગદાસ બાપુના મંદિરે ધામધૂમથી કર ભરવા જશું અને આની સાથે જો કોઈ બીજા મંદિરોનો કોઈ વેરો હોય તો તે પણ અમને જણાવો તો અમે તે ભરવા પણ તૈયાર છીએ આમ આદમી પાર્ટી ધર્મની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર છે.
હિન્દુત્વના ઠેકેદાર બનીને સત્તાની લાલચે ભાજપે મઢુલીને બજરંગદાસ બાપાના નામે ઘરવેરાની નોટિસ મોકલી છે.ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાએ મઢુલીને વેરો વસૂલવા નોટિસ મોકલી છે અને માલિક તરીકે બજરંગદાસ બાપાનું નામ લખાવ્યું છે. હિન્દુત્વના નામે સત્તા ભૂખી ભાજપનો લોભ ખુલ્લી પડી ગયો છે.
*આમ આદમી પાર્ટી ગુજરાત*