જીએનએ અમદાવાદ: અમદાવાદના હાઇકોર્ટ પાસે આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે આગ લાગી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ પણ બે ત્રણ વાર આગ લાગી ચુકી છે અને ફાયર NOC પણ નહીં હોવાનું જાણવા મળી રહેલ છે. બિલ્ડિંગના 8 માં માળને આગે લપેટમાં લઈ લીધો હોવાના સમાચાર. ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હોવાના સમાચાર. આગ બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હજુ સુધી કોઈ જાન હાનીના સમાચાર મળેલ નથી.