અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોના ધરણાં

0
188

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો.જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો.જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ

સાથે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ સાથે શિક્ષકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભારતીય મજદૂર સંઘના હોદેદારો જોડાયા હતા.શિક્ષકોનો આક્ષેપ છે કે નવી પેન્શન યોજનાથી કર્મચારીઓનું અહિત થશે.

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ ક્ષેત્ર સિવાયના તમામ કેન્દ્રીય કર્મચારીને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યોને પણ સ્વૈચ્છિક રીતે એનપીએસ અમલી કરવાની સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળને બાદ કરતાં તમામ રાજ્યોએ એનપીએસ લાગુ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here