વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ના મરઘમાળની સાકાર વાંચન કુટીર પર સન્માન સમારંભ યોજાયો

0
229

સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે સન્માન સમારંભ

RAINBOW WARRIOR DHARAMPUR તથા ગ્રામ પંચાયત મરઘમાળના સંયુક્ત ઉપક્રમે SMSM હાઈસ્કુલ ધરમપુરના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અનિલભાઈ ડી.ગરાસિયા તથા ડૉ. બિપીન પટેલ શિક્ષણ નિરીક્ષક DEO કચેરી વલસાડનો સન્માન સમારંભ સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે યોજવામાં આવ્યો. જેમાં બંને મહાનુભવોનું શ્રીફળ આપી, શાલ ઓઢાડી, પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામના સરપંચ રજનીકાંત પટેલ, મોડેલ સ્કૂલ માલનપાડાના શિક્ષક મહેન્દ્રભાઈ ગરાસિયા, નાની ઢોલ ડુંગરીના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, પાણીખડક હાઈસ્કુલના શિક્ષિકા હર્ષાબેન પટેલ, માજી સરપંચ રાજેશભાઈ પટેલ, શીતળ છાંયડો જાહેર પરીક્ષા લાઈબ્રેરીના સ્થાપક જયંતિભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા કિરણભાઈ પટેલ તથા રાકેશ ગરાસિયાએ પ્રાસંગિક પ્રવચન કરી અનિલભાઈ ગરાસિયા તથા ડૉ બિપીન પટેલની સિદ્ધિને બિરદાવી એમના શિક્ષણ ક્ષેત્ર તથા સમાજ સેવા ક્ષેત્રે એમણે આપેલ યોગદાનની ઝાંખી કરાવી આ બંને મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે એલ જીયા ફાઉન્ડેશન ભોમા પારડી તરફથી સાકાર વાંચન કુટીર મરઘ માળ લાઇબ્રેરી માટે એક Gpsc નો સેટ આપવામાં આવ્યો હતો.
RAINBOW WARRIOR DHARAMPUR કો. ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે અનિલભાઈ ગરાસિયા તથા ડૉ બિપીન પટેલને સમાજનું ગૌરવ ગણાવી આજના સમયમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ, અથાક મહેનત કરીને પોતાના લક્ષ્યો સિદ્ધ કરવાની અપીલ કરી હતી.
અનિલભાઈ ગરાસિયા તથા ડૉ બિપીન પટેલના સન્માન સમારંભમાં મરઘમાળ , નાની ઢોલડુંગરી ગામના યુવાનો આગેવાનો , શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા બંને મહાનભવોને શુભેચ્છા આપી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here