રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓએ મહાઆંદોલનના મંડાણ માંડ્યા છે. આજે એક સાથે 72 સંગઠન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે. આ મામલે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે.