આહવા ખાતે જાહેર સભા અને મહા રેલી નું આયોજન

0
157

આહવા ખાતે આદિવાસી અસ્તિત્વ બચાવો સંયુક્ત સંઘર્ષ સમિતિ વતી જાહેર સભા અને મહા રેલી નું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકો દ્વારા સરકાર દ્વારા જાહેર કરેલ ૧.પાર તાપી નર્મદા રિવર લિંક યોજના ૨.વેદાંતા ઝીંક પ્રોજેક્ટ ૩. કોરિડોર રસ્તો. ૪.લેપડ સફારી પાર્ક નો સુત્રોચ્ચાર સાથે પ્રચંડ વિરોધ નોંધાવ્યો. અને સરકાર પાસે માંગ કરવામાં
આવી



https://youtu.be/VFeKvfnkYc0


આદિવાસી સમાજ નું અસ્તિત્વ જળ જંગલ જમીન ને અસર કરતી કોઈ પણ યોજના બનાવશો નહીં. આદિવાસી સમાજ માટે બંધારણમાં કરેલ જોગવાઈ પાંચમી અનુસૂચિ અને ઈજીછ કાયદા મુજબ ગામની
ગ્રામ સભા ના અધિકારો પર તરાપ મારી અમારા અધિકારો છીનવાવ અને આદિવાસી સમાજને ધર્મ ના નામે ભાગલા પાડવા બંધ કરવા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ સભામાં ડાંગ,વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને મહારાષ્ટ્ર માંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ચીખલી વાંસદાના આદિવાસી ધારાસભ્ય અનંત ભાઈ પટેલ અને દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા સમાજને સંગઠિત બની હક અને અધિકાર માટે એક થવા આહવાન કર્યું હતું. સભા બાદપ્રચંડ રેલી આહવા નગરમાં કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર ડાંગ કલેકટર મારફત રાજયપાલ ને સુપ્રત કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં માજી ધારાસભ્ય જે. પી. ગાવિત,સંયુક્ત સંઘર્ષ સમિતિ ના તમામ સભ્યો અને તાપી અને માંડવી તથા વ્યારા ના સક્રીય આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ સુનીલ ભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here