ટ્રકે કાર, રિક્ષા, રાહદારીઓને ટક્કર મારી
પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઉમરગામ તાલુકામાં આ અકસ્માત થયો છે જેમાં એક બેકાબૂ બનેલ ટ્રકના કારણે અનેક લોકો અડફેટે આવ્યા હતા. ટ્રક ચાલકે હાઇવે પર પહેલા રિક્ષા અને પછી કેરીના સ્ટોલને અડફેટે લીધી હતી. ટ્રકની ટક્કરમાં સ્ટોલના માલિક તથા રિક્ષાના માલિકને ઈજાઑ પહોંચી છે. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો ફૂરચો બોલાવી દીધો હતો, જોકે રિક્ષાચાલક બહાર ઊભો હોવાથી જીવ બચી ગયો છે. આટલું જ નહીં સાઈડમાં ઊભેલી કારને પણ ટ્રકે ટક્કર મારી હતી.
ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગ્યો
બેકાબૂ ટ્રકના દ્રશ્યો જોયા બાદ રસ્તા પર ઉભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી જેમાં ટ્રેક રાહદારીઓને ટક્કર મારી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયું હતું.
એક્સિડન્ટ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયેલ હોવાથી ભીલાડ પોલીસે હાલ તો કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જોકે બે લોકોના મોતના કારણે માહોલ ખૂબ જ ગમગીન બન્યો છે.