“રાન્ધા આમલીમોરા માં શ્રી કૃષ્ણજન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.”

0
229

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રાન્ધા આમલીમોરા ગામે શ્રમજીવી પરિવાર દ્વારા તૈયાર થયેલા શ્રી સાઈ મંદિરના લાભાર્થે કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૧૫ મી શ્રીમદ્દ ભાગવત કથામાં આજે કૃષ્ણજન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો.

કથા ના મુખ્ય યજમાન શ્રી મોહનસિંહ પરભુભાઈ ઠાકોર ના નિવાસે પાંચમા દિવસનો ભાગવતજી નો દશાંશ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. કૃષ્ણજન્મ ઉત્સવ ના મનોરથી શ્રી ભીખુસિંહ પરભુભાઈ ઠાકોર દ્વારા પારણું ઝુલાવાયું હતું.આજે કથામાં વિશ્વ વંદનીય સંત શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી ( છોટે મોરારી બાપુ ) , કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે અને કર્મકાંડ આચાર્ય શ્રી બીપીનભાઈ રાજ્યગુરૂ પધારી આશીર્વચન આપ્યા હતા.શ્રી વિક્રમસિંહ મોહનસિંહ ઠાકોર , શ્રી અશ્વિનસિંહ મોહનસિંહ ઠાકોર , શ્રી શૈલેષસિંહ મોહનસિંહ ઠાકોર ,નિકિતાબેન અનિલભાઈ પટેલ (રાન્ધા) , મંજુલાબેન નટવરસિંહ સોલંકી દ્વારા પોથીપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું.સુરેશભાઈ રણછોડભાઈ નાયકા , મુકેશભાઈ ગોવનભાઈ નાયકા , અશ્વિનભાઈ ગોવનભાઈ નાયકા , બાબુભાઇ ગોવનભાઈ નાયકા , બાલુભાઈ રતનાભાઈ પટેલ , છોટુભાઈ રતનાભાઈ પટેલ , હરેશભાઇ વેલજીભાઈ નાયકા , નરેશભાઈ વેલજીભાઈ નાયકા , ઈશ્વરભાઈ મકનભાઈ નાયકા , રમણભાઈ ઉક્કડભાઈ પટેલ , સુમનભાઈ મંગાભાઈ પટેલ, રામજીભાઈ બુધાભાઈ નાયકા , ધીરૂભાઇ છગનભાઇ નાયકા , મોહનભાઇ રામજીભાઈ નાયકા દ્વારા પૂ.બાપુ નું સ્વાગત કરવામાં આવ્યું હતું

” નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી “

ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આચાર્ય શ્રી શૈલેષભાઇ રાજ્યગુરૂ ,કિશન દવે , પાર્થ રાજ્યગુરૂ , સાગર રાજ્યગુરૂ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.બાપુના સંગીતકારો દિપક બારોટ , બંટી પટેલ , જયેશ પટેલ દ્વારા રાસ – ગરબા ની રમઝટ બોલાવાઇ હતી.આવતીકાલે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે. જેમાં કૃષ્ણપક્ષે શ્રી અનિલસિંહ અમ્રતસિંહ ઠાકોર ભગવાન શ્રી કૃષ્ણ ની જાન લઈ ને આવશે અને શ્રી દિનેશભાઇ ભીખુભાઇ પટેલ (બક્ષીપંચ મોરચા પ્રમુખ રાન્ધા) કન્યાપક્ષે રહી રૂક્ષ્મણીજી નું કન્યાદાન કરશે.

Ad………..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here