- વલસાડ SOGની ટીમે કપરાડા RTO ચેકપોસ્ટ પાસેથી રૂ.500ના દરની 586 ડુપ્લીકેટ નોટ સાથે યુવક ઝડપાયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકમાંના બાફણવીહીર ગામમાં રહેતા માધવ રામદાસ બાંભણે કપરાડા ખાતે રહેતા અજાણ્યા ઇસમને રૂ. 2.93 લાખના દરની ડુપ્લીકેટ નોટ આપીને તેની પાસેથી રૂ 40 હજારની ખરી નોટ લેવા અંગે જણાવ્યું હતું.
- SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
2.93 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ, એસ.ઓ.જી પોલીસે પાર પાડ્યું ઓપરેશન, કપરાડા નજીકથી ઝડપી પાડ્યો આરોપીને, નકલી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, 500ના દરની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા આરોપી ઝડપાયો, નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ હોવાની શક્યતા, ગ્રામ્ય વિસ્તારોમાં નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડની આશંકા, વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધરી તપાસ
વલસાડ SOGની ટીમે કપરાડા RTO ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રથી આવતા બાઈક ચાલકને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂ. 500ના દરની એક જ નંબર વાળી ઝેરોક્ષ કરેલી 586 ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. જેથી કપરાડાના યુવકને ઝડપી પાડ્યો હતો. SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાની SOGની ટીમને મહારાષ્ટ્રના નાસિક થઈ કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં રૂ 500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો લઈને યુવક બાઈક ઉપર આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. વલસાડ SOGની ટીમે બાતમીના આધારે કપરાડા RTO ચેકપોસ્ટ ખાતે વોચમાં ઉભા હતા. આ દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા તેને અટકાવી ચેક કરતા યુવક પાસેથી રૂ. 500ના દરની 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કપરાડાના કિશન કાળુભાઇ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. રૂ 500ના દરની કલર પ્રિન્ટ કરેલી નોટ અંગે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રના નાસિકના ત્ર્યંબકમાંના બાફણવીહીર ગામમાં રહેતા માધવ રામદાસ બાંભણે કપરાડા ખાતે રહેતા અજાણ્યા ઇસમને રૂ. 2.93 લાખના દરની ડુપ્લીકેટ નોટ આપીને તેની પાસેથી રૂ 40 હજારની ખરી નોટ લેવા અંગે જણાવ્યું હતું. આ કામ કરવાના કિશનને રૂ.5 હજાર આપવાની વાત થઈ હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. SOGની ટીમે ડુપ્લીકેટ નોટનો જથ્થો, બાઈક અને 1 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે FIR નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.